Friday, January 31News That Matters

શ્રી રંગ અવધૂત જન્મજયંતિ નિમિત્તે ધરમપુર માં વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી

કારતક સુદ નોમ એટલે દત્ત અવતાર શ્રી રંગ અવધૂત મહારાજનું પૃથ્વી પર પ્રાદાર્પણનો દિવસ. પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ગોધરા ખાતે તેમજ તેમણે નારેશ્વરની ભૂમિ કે જ્યાં મોર અને સાપ એકસાથે રમતા એવી પાવન ધરતી ને પોતાની તપોભૂમિ બનાવી હતી.
લોક કલ્યાણ અને જનમાનસ માં ધાર્મિક સ્ફુર્ણા જગાડવા માટે એમણે ગુરુલીલામૃત જેવા ગ્રંથ તેમજ સામાન્ય માનવી પોતાની ગૃહસ્થ જીવનમાં પડતી મશ્કેલીઓનો સામનો કરવા માટેનું પ્રબળ અસ્ત્ર એવું દત્તબાવની અને દત્તાત્રેય સાહિત્ય ના ભાગ રૂપે 45 કરતા પણ વધારે ગ્રંથો પ્રદાન કર્યા હતા. પૂજ્ય બાપજીએ સામાન્ય માનવી બીજા જીવ માત્રમાં દેવત્યને ઝાંખવાની ભાવના જગાડવા પરસ્પર દેવો ભવઃ નો મંત્ર આપ્યો હતો.

આવા ઔલોકિક ગુરુ નો જન્મ મહોત્સવ પરમ પાવન ધામ, શ્રી દત્ત રંગ મંદિર, મનહર ઘાટ, ધરમપુર ખાતે ઉજવવામાં આવ્યો હતો. આ જન્મ મહોત્સવની શરૂઆત સવારે કેસર સ્નાનથી થઈ હતી, ત્યાર બાદ પૂજ્ય બાપજીના દ્વારા પ્રસાદી રૂપે મળેલ બાપજી દ્વારા સ્વહસ્તાક્ષર વાળા ફોટાને પાલખીમાં ધરમપુર ગામમાં દર્શનાર્થે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી, ત્યાર બાદ પૂજ્યશ્રીની પાદુકાનું પૂજન, બપોરે બાવન દત્ત બાવાની તેમજ સાંજે સાયં પ્રાર્થના સાથે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મંદિર ટ્રસ્ટ દ્વારા પરસ્પર દેવો ભવઃ ની ભાવના સાકાર કરવાના હેતુસર ધાર્મિક કાર્ય સાથે સામાજિક કાર્ય એવું બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *