Friday, October 18News That Matters

લો બોલો! DFCCIL 20 દિવસમાં રેલવે ઓવરબ્રિજ બનાવી શકે છે પરંતુ, રેલવે ગરનાળુ 90 દિવસે પણ નથી બનાવી શક્યા

સંજાણ : – વલસાડ શહેર નજીકના રેલવે ઓવરબ્રિજને 20 દિવસમાં પૂર્ણ કરી લેવાની વાહવાહી લૂંટતા DFCCILના જ કોન્ટ્રકટર સંજાણના 229 નંબરના રેલવે ગરનાળાને 90 દિવસે પણ પૂરું કરી શક્યા નથી. જેને કારણે વાહનચાલકોએ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે.

 

હાલમાં વલસાડ જિલ્લામાં ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડ દ્વારા વેસ્ટર્ન રેલવે ટ્રેક પર અનોખી કન્સ્ટ્રકશન ટેક્નિકથી 20 દિવસમાં ઓવરબ્રિજ પૂરો કરવા માટે અધિકારીઓ, કોન્ટ્રકટરો અખબારોમાં વાહવાહી મેળવી રહ્યા છે. ત્યારે રેલવે વિભાગના અધિકારીઓએ અને કોન્ટ્રાક્ટરોએ સંજાણ ગરનાળા પ્રત્યે બેદરકારી દાખવી છે. એક તરફ દૈનિક 24 કલાકમાં પસાર થતા 20 હજાર વાહનો ચાલકો માટે 20 દિવસમાં વલસાડ શહેર નજીકના રેલવે ઓવરબ્રિજ પૂરો કરવાની નેમ DFCCIL એ સેવી છે. તો, 24 કલાકમાં અંદાજીત 10,000 વાહનચાલકોની અવરજવર વાળા સંજાણ – ઉદવા માર્ગ પરના 229 નંબરના ગરનાળાને મુદ્દત વીત્યા બાદ પણ હવે વહેલું પૂરું કરે તેવી માંગ આ વિસ્તારના લોકોની છે.
વલસાડ જિલ્લાના સંજાણમાં રેલવે વિભાગના DFCCIL દ્વારા સંજાણ – ઉદવા માર્ગ પર 229 નંબરના ગરનાળાને મોટું બનાવવા માટે કન્સ્ટ્રકશન કામગીરી હાથ ધરી છે. 2 મહિનામાં એટલે કે 60 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની હતી. જ્યારે હાલ 90 દિવસ એટલે કે 3 મહિના પુરા થાય બાદ પણ ગરનાળુ બન્યું નથી. જેને કારણે વાહનચાલકોએ કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે. અને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
વલસાડ જિલ્લામાંથી પસાર થતા JNPT ( જવાહરલાલ નહેરુ પોર્ટ ) થી દાદરી ( દિલ્હી ) સુધીના રેલવેના ફ્રેઈટ કોરિડોરની કામગીરીને લઈને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણના રહીશો છેલ્લા 90 દિવસથી ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. DFCCIL પ્રોજેકટ હેઠળ આ ગરનાળાને પહોળું કરવાની અને નવું બનાવવાની કામગીરી હાથ ધરી છે. આ ગરનાળાને જોડતો રસ્તો સંજાણથી મહારાષ્ટ્ર તરફ તલાસરી , ઉમરગામના ગ્રામ્ય વિસ્તારના વાહનચાલકો માટે અતિ મહત્વનો માર્ગ છે. 
આ રેલવે ગરનાળાની કસ્ટ્રકશન કામગીરી માટે DFCCIL એ ગત 15 મી માર્ચથી લઈને 15 મી મેં 2021 સુધીની સમય મર્યાદામાં કોન્ટ્રાક્ટરને કામ સોંપ્યું હતું. પરંતુ તે અવધી બાદ વધુ એક મહિનો પસાર થવા છતાં પણ કામગીરી પૂર્ણ થઈ નથી. જેને કારણે આ વિસ્તારના વાહનચાલકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહનચાલકોએ કાદવ કિચ્ચડમાંથી વાહનો પસાર કરવા પડી રહ્યા છે. નાનામોટા અકસ્માત થતા હોય અકસ્માતનો સતત ભય વર્તાઈ રહ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *