વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રવિવારે 30.69 કરોડના વિવિધ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વલસાડ કલેકટર નૈમેશ દવે અને સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર, UIA પ્રમુખ નરેશ બાંથિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આયોજિત કાર્યક્રમમાં ઉમરગામ નગરપાલિકા બિલ્ડીંગ, જુની નગરપાલિકા, ફાયર સ્ટેશન, રેસ્ટ હાઉસ અને અક્રામારૂતિ તળાવ પર સોલાર રૂફ ટોપનું તેમજ ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નં. 4 માં અદ્યતન વાચનાલય (લાઇબ્રેરી)નું, વોર્ડ નં. 5 માં કામરવાડ તળાવ ડેવલપમેન્ટનું, ડંપીંગ સાઇટનુ અને વેસ્ટ પ્રોસેસિંગ ઇન્સ્ટોલનું કામ પૂર્ણ થયા બાદ કુલ 10.82 કરોડના વિકાસના કામોનું આજે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
તો, ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નં. 5માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવાનું, કૃત્રિમ તળાવ ડેવલપ કરવાનું, બ્યુટીફિકેશનનું કામ વિવિધ વિસ્તારમાં મ્યુરલ પેઇન્ટીંગ અને સેલ્ફી પોઇન્ટ, ટ્રી પ્લાન્ટેશનના કામનું, અક્રામારૂતિ સર્કલથી ટાઉન બસ સ્ટેન્ડ સુધી આઇકોનીક રોડ સુશોભિત કરવાના, ઉમરગામ નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આર.સી.સી. રોડ અને વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજ બનાવવાના, ઉમરગામ નગરપાલિકામાં સ્મશાન ગૃહ રિનોવેશન અને વિવિધ વિસ્તારોમાં પે એન્ડ યુઝ ટોઇલેટ બ્લોક બનાવવાના મળીને અંદાજીત 19.87 નું કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
કુલ 30.39 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં કનુભાઇ દેસાઇ, વલસાડ કલેકટર નૈમેશ દવે, ધારાસભ્ય રમણલાલ પાટકર, UIA પ્રમુખ નરેશ બાંથિયા, VIA પ્રમુખ સતીશ પટેલ, સહિત રાજકીય આગેવાનો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓનું ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ મનીષ રાય, ચીફ ઓફિસર સહિત પાલિકાના સભ્યો, કર્મચારીઓએ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, ગુજરાતના કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય રમણલાલ પાટકરે રાજ્યના વરદ હસ્તે રાખવામાં આવેલ છે. ઉમરગામ નગરપાલિકા સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં અને ભારતભરમાં થઈ થયેલા વિકાસની ગાથા રજૂ કરી ભાજપ સરકાર અને નરેન્દ્ર મોદીની વિવિધ યોજનાઓની વિગતો પુરી પાડી હતી.
કુલ 30.69 કરોડના ખાતમુહરત અને લોકાર્પણ પ્રસંગના આ કામો દરમ્યાન નાણામંત્રી સહિતના આગેવાનોએ વિકાસના જે કામ પરિપૂર્ણ થયા છે. એવા લાયબ્રેરી, તળાવની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં શહેરોજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્તીત રહ્યા હતાં.