Friday, October 18News That Matters

વાપીમાં “Dealwale” ‘फायदे का सौदा’ ફ્લેગશીપ સ્ટોરનું નાણાપ્રધાનના હસ્તે કરાયું ઉદ્ઘાટન

વાપીમાં મોરારજી સર્કલ નજીક Himala Chem Housing society ખાતે “Dealwale” ‘फायदे का सौदा’ ફ્લેગશીપ સ્ટોરનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 
Dealwale फायदे का सौदा સ્ટોર પ્રકાશ ભાનુશાલી, જીગર પટેલ, પ્રતીક ખાનીયા નામના 3 યુવાનોનું સંયુક્ત સાહસ છે. આ સ્ટોરમાં રમકડાં, કિચનવેર, હોમ ડેકોર, ઇલેક્ટ્રોનિક્સ, પુરુષો માટે લકઝરી ચીજવસ્તુઓ જેવી કે ઘડિયાળ, શૂઝ મહિલાઓ માટે પર્સ, સાઝ શણગારની બ્રાન્ડેડ આઈટમ ઉપરાંત સ્કૂલ બેગ, બોટલ, ટીવી, ફ્રીઝ, એરકન્ડિશન્ડ સહિતની વિવિધ ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે. હાલ આ સ્ટોરમાં 3 દિવસ સુધી 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જે બાદ આખું વર્ષ 40 ટકા સુધીના ડિસ્કાઉન્ટ સાથે તમામ ચીજવસ્તુઓનું વેંચાણ કરવામાં આવશે.
બ્રાન્ડેડ ચીજવસ્તુઓના આ પ્રથમ સ્ટોરને નાણાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાનુશાલી સમાજના આગેવાનો તેમજ શહેરના અગ્રણી નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો, ઉપસ્થિત ગ્રાહકોએ પ્રથમ દિવસે જ 70 ટકા ડિસ્કાઉન્ટનો લાભ લઈ જરૂરિયાત મુજબની ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. સ્ટોરના સાહસિક યુવાનો આ પ્રથમ સ્ટોર સાથે આગામી દિવસોમાં ગુજરાતના બરોડા, અમદાવાદ જેવા શહેરોમાં તેની ફ્રેન્ચાઇજિસ પણ આપવા માંગતા હોય અન્ય શહેરોમાં પણ ટૂંક સમયમાં આ સ્ટોરની બીજી શાખાઓ ખુલશે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *