Friday, January 31News That Matters

દે ઘુમાકે સીઝન-2: ખેલદિલીનો વિજય અને માઈલસ્ટોન્સની ઉજવણી, આંતર શાળા ક્રિકેટ ટુર્નામેન્ટનું લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે ભવ્ય સમાપન

સરીગામ ખાતે આવેલ રમણીય વિસ્તારમાં ફેલાયેલ લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસ દ્વારા તારીખ 7 થી 13 ડિસેમ્બર, 2023 દરમિયાન પાંચ દિવસની “દે ઘુમાકે” ઇન્ટરસ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-2નું ગૌરવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જે ખાસ કરીને ગજેરા ટ્રસ્ટના 30 વર્ષ અને લક્ષ્મી ડાયમંડના 50 વર્ષ પૂરા થવા તેમજ મેકર્સ ફેસ્ટિવલના ભાગરૂપ 2023-24ના વર્ષની ખાસ ઉજવણીના મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરે છે.

આ સ્પર્ધામાં જિલ્લાની 20 જેટલી સ્કૂલોએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારમ્ભને આશીર્વાદિત કરવા તારીખ 7ના રોજ વિશેષ અતિથિ સ્થાને નીતિન સોનાવાને (સેક્રેટરી, વોલીબોલ એસોસિએશન, વલસાડ ડિસ્ટ્રિક્ટ) હાજરી આપી અને રમતવીરોને પ્રોત્સાહન આપ્યું હતું. જે ઉપરાંત અત્રેની કોલેજના ડાયરેક્ટર્સ તેમજ શાળાના આચાર્યશ્રીઓએ હાજરી આપી હતી.

લક્ષ્મી વિદ્યાપીઠ કેમ્પસ 120 એકરમાં ફેલાયાયેલ કે જે રમણીય અને શાંત વાતાવરણમાં સરીગામ સ્થિત શૈક્ષણિક સંસ્થા છે જ્યાં સીબીએસઈ તેમજ ઇન્ટરનેશનલ કોર્સીસ ચલાવતી તેમજ મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ કોલેજ દ્વારા વિધાર્થીઓના સર્વાંગી વિકાસને ચરિતાર્થ કરવા વિવિધ પ્રવૃતિઓનું આયોજન થાય છે. સંસ્થા આ વર્ષેની પ્રવૃત્તિઓને મેકર્સ ફેસ્ટિવલ તેમજ ગજેરા ટ્રસ્ટ તેમજ લક્ષ્મી ડાયમંડના ઉજવણીના ભાગરૂપ આયોજિત કરે છે.

રોમાન્ચ, ઉત્સાહ, સ્પર્ધા ને રમતના જુસ્સાથી ભરપૂર પાંચ દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટનું સમાપન તારીખ 13 ડિસેમ્બર, 2023ના રોજ રસાકસીથી ભરપૂર ફાઈનલ સાથે સમાપ્ત થયું. વિવિધ શાળાઓની ટીમોએ તેમના ક્રિકેટ કૌશલ્યનું પ્રદર્શન કરીને તેને રોમાંચક સ્પર્ધા બનાવી હતી. જેમાં ઉપસ્થિ ૨૦ જેટલી ટીમોએ ખુબ સુંદર પ્રદર્શન કર્યું હતું.

ખેલમાં ધમાકેદાર પ્રદર્શન બતાવી આગળની મેચોમાં વિજયી બની, ચોથા દિવસની ચાર મેચોમાં સફળતા મેળવી સેમી ફાઇનલમાં સ્થાન મેળવનાર ટીમોનો પાંચમા દિવસે પીજી જુનિયરનો મુકાબલો કલ્યાણી સ્કૂલ સામે થયો હતો, જ્યારે આર.કે. પટેલ સાર્વજનિક હાઇસ્કૂલ અને જાદી રાણા સ્કૂલનો મુકાબલો થયો હતો. જેમાં આખરે ફાઇનલની રમત માટે સ્થાન મેળવનાર પી.જી. જુનિયર કોલેજ અને આર કે સાર્વજનિક વિદ્યાલય વચ્ચે ભોજન વિરામ બાદ રસાકસીથી ભરપૂર રમત રમાઇ હતી.

8 ઓવર સાથે રમાયેલ સ્પર્ધામાં રમતવીરો એ જબરદસ્ત સ્ફૂર્તિ અને ચપળતાની ઝાંખી કરાવતા ફિલ્ડિંગ, બેટિંગ, બોલિંગ તેમજ કપ્તાનીનું ખુબ સુંદર પ્રદર્શન કર્યું હતું, જે મેચમાં આખરે પી.જી. જુનિયર કોલેજ સ્કૂલની ટિમ વિજયી બની હતી.. જે સાથે સ્પર્ધાનું સંચાલન કરનાર પ્રોફેસર પરીક્ષિત પટેલ તેમજ સમાપન કાર્યક્રમના સૂત્રધાર વક્તા પ્રોફ કવિતા જોશીએ દ્વારા “દે ઘુમાકે” ના વિજેતાના નામ જાહેર કરી બધાઈ આપી હતી.

વિજેતા સ્થાન મેળવેલ ટિમ તેમજ સ્પર્ધકોને કાર્યક્રમના વિશેષ અતિથિ તેમજ સ્પોન્સર એવા ગુજરાત પ્રોપર્ટીઝ નિર્મલ શાહ અને તેમની ટીમના હસ્તે ટ્રોફી, એવોર્ડ તેમજ ઇનામનું વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં વિજેતા તેમજ રનર અપ ટીમને ટ્રોફી અને ઇનામ સ્વરૂપે અંકે રૂ. 25000 અને રૂ. 10000ના ચેક આપવામાં આવ્યા હતા. તદુપરાંત, પી જી જુનિયર કોલેજના મીશાંકને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ તેમજ વેદને બેસ્ટ બેટ્સમેન, રાજાને બેસ્ટ બોલર ઉપરાંત આર.કે પટેલ સ્કૂલના તરંગને બેસ્ટ ફિલ્ડર તરીકે જાહેર કરી સંસ્થાના આચાર્યશ્રી પ્રવીણ પવાર, જોય સરદાર, મેનેજમેન્ટ તેમજ ટેક્નોલાજી કોલેજના ડાયરેક્ટર ડો. ગંગાધર હુંગર અને ડો બસાવરજ પાટીલ તેમજ એડમિનિસ્ટ્રેશન પ્રતિનિધી શ્રી આર એન ગોહિલના હસ્તે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા.

આ અદભુત ઇવેન્ટને સફળ બનાવવામાં HDFC બેંક અને ગુજરાત પ્રોપર્ટીઝ નું સૌજન્યપૂર્ણ યોગદાન અને ઉદાર સમર્થન ખુબ મહત્વપૂર્ણ સાબિત થયું. જેમના યુવા વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સ્પષ્ટ હતી. જે માત્ર વિજેતા ટિમ તેમજ સ્પર્ધકો માટે જ નહિ બલ્કે શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ એક પ્રેરક બળ અને પીઠબળ પૂરું પડે છે.

“દે ઘુમાકે” સીઝન-2નો ઉદ્દેશ માત્ર ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો જ નહીં પરંતુ શાળાઓમાં તંદુરસ્ત સ્પર્ધા અને સૌહાર્દની ભાવનાને પ્રોત્સાહન આપવાનો પણ છે. જેવી ટુર્નામેન્ટ સમાપ્ત થઈ, તેવીજ રમતવીરોની ખેલદિલીનો વારસો જાણે લક્ષ્મી વીદ્યપીઠના વિશાળ ફૂટબોલ ગ્રાઉન્ડમાં ઉમળકા સાથે છલકી ઉઠ્યો હતો તેમજ આવી જીવંત થતી યાદોમાં અવારનવાર સહભાગી થવા તેમજ વિશાર્થીઓના હૃદયમાં ગુંજી ઉઠ્યો. એ સાથે સૌએ એ મીઠી યાદોને તસ્વીરમાં પણ કેદ કરી.

આ સંપૂર્ણ કાર્યક્રમનું સફળ આયોજન કેમ્પસમાં આવેલ લક્ષ્મી ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી તેમજ કોલજનાં ફેકલ્ટીઝ તેમજ વિધાર્થી વોલ્યૂન્ટિયર્સ દ્વારા ખુબ સરસ સંચાલન થયું હતું. લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ દ્વારા વર્ષ દરમિયાન આવી અનેક પ્રવૃતિઓ અને સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. દર વર્ષે થતી ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત તેમજ અન્ય વિશેષ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ કે આપેલ આ https://lit.laxmi.edu.in/ લિંક દ્વારા સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *