વલસાડ ખાતે લોકસભા ના દંડક તેમજ વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલનું વલસાડ ખાતે જનસંપર્ક કાર્યાલયનું સાસદ ધવલભાઈ પટેલની વ્હાલી દિકરી શ્રીજા પટેલના શુભ હસ્તે કુંભ ધડો મુકી વિધિવત રીતે પુજા અર્ચના કરી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
લોકસભાનું સત્ર ચાલતુ હોવાથી આવનારા ટુંકા દિવસોમાં સત્ર સમાપ્તિ થયા બાદ વલસાડ ડાંગના સંગઠન આગેવાનો, કાર્યકર્તાઓ, વલસાડ ડાંગની જાહેર જનતા સાથે મુલાકાત માટે સૌને જાણ કરવામાં આવશે.
આ પ્રસંગે વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, જીલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, વલસાડ ના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી કમલેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, અમીષભાઈ પટેલ, ધૃવિનભાઈ પટેલ, આશીષભાઈ દેસાઈ માહિર પંચાલ, સહિત શુભેચ્છકો તથા પરિવારના સભ્યો ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.