સંઘપ્રદેશ દમણના નાની દમણ પોલીસે 24 કલાકમાં ચોરાયેલા ટેમ્પોની ફરિયાદ ઉકેલી ટેમ્પો શોધી કાઢ્યો છે. તેમજ ગુનામાં સંડોવાયેલા બે રીઢા ગુનેગારોની પણ ધરપકડ કરી છે. બંને ચોરે ટેમ્પોમાં ભરેલ 700 કિલો ના માલ સમેત ચોરી કરી નાસી ગયા હતાં. જે બાદ ચોરીના ટેમ્પોને વેંચવાને બદલે તેના ટુકડા કરી નાખ્યા હતા ચોર ટોળકી તેને ગુજરાતના કોઈ ભાંગરવાળાને વેચવાનો પ્લાન બનાવ્યો હતો.
ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ 24/06/2022 ના રોજ, ફરિયાદી દિનેશ પુનવાસી સહાનીએ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો નાનો હાથી ટેમ્પો નંબર GJ-15-Z-7372, આશરે 700 કિલો માલસામાન સાથે પાર્ક કરેલો હતો, જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. જેની તપાસમાં નાની દમણ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વધુ તપાસ બાદ વધારાની કલમ 201, 34 આઈપીસીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તપાસમાં, સાક્ષીઓના નિવેદનો, સીસીટીવી અને તકનીકી સંસાધનોનો ઉપયોગ કરીને અને બાતમીદારોની ગુપ્ત પૂછપરછ દ્વારા રાહુલ અવધેશ યાદવ ઉંમર 44 વર્ષ, સરનામું :- ભેસલોર, નાની દમણ, મૂળ: ગાઝીપુર, ઉત્તર પ્રદેશ, મિથુન સિકંદર રાવ ઉંમર 27 વર્ષ, સરનામું:- કુંતા, ગુજરાત, મૂળ :- છપરા, બિહારના ગુનેગારોને ઓળખવામાં આવ્યા હતા અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. બંને ગુનેગારને નામદાર કોર્ટ દમણ સમક્ષ રજુ કરતા કોર્ટે આરોપીની તા.27/06/2022 સુધી પોલીસ કસ્ટડી મંજૂર કરી છે.
પકડાયેલ બંને આરોપીઓએ પોલીસની કાયદેસરની કાર્યવાહી અને સજાથી બચવા માટે ચોરીના ટેમ્પોને વેંચવાને બદલે તેના ટુકડા કરી નાખ્યા હતા અને પછી તેને ગુજરાતના કોઈપણ ભાંગરવાળાને વેચવાનો પ્લાન બનાવ્યો હતો. જેથી પોલીસ તેને પકડી ન શકે. પરંતુ પોલીસે તેમના આ મનસૂબા પર પાણી ફેરવી સડક ફળિયા, કુંતા ફેબ્રિકેશન શોપ, ગુજરાતમાંથી છોટા હાથી ટેમ્પો GJ-15-Z-7372 ના તમામ કાપેલા ભાગો, ટેમ્પો કાપવા માટે વપરાયેલ ગેસ કટર સહિતનો મુદ્દામાલ શોધી કાઢી આરોપીઓને 24 કલાકની અંદર જ ઝડપી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.