Thursday, December 26News That Matters

Asia Bio Chemicalના માલિકે પટાવાળાને માલિક બનાવી Euro Asia Chemical નામની ક્લોન કંપની ઉભી કરી પધરાવી નકલી દવા

દમણ :-  દમણ પોલીસે કાનપુરમાંથી 9 ગુનેગારોની ધરપકડ કરી છે. પકડાયેલ ઈસમોએ 15 જૂન 2021ના ​​રોજ દમણની સોફટેક ફાર્મા નામની પ્રાઈવેટ લિમિટેડ કંપનીનો paracetamol મેડિસિનના રો-મટિરીયલનો ઓર્ડર લઈ ડુપ્લીકેટ   Raw-Materials પધરાવી 9.75 લાખ રૂપિયા પડાવી લઇ છેતરપીંડી કરી હતી.

 

 

પકડાયેલ ઈસમોએ પૈસા કમાવવાના લોભમાં મૂળ કંપની એવી Euro Asia Bio Chemical pvt. Ltd ના પ્રોપરાઇટર અજય કુમારે જ Euro Asia Chemical નામની ક્લોન કંપની બનાવીને કપટપૂર્વક તે કંપનીમાં પટાવાળાને પ્રોપરાઈટર બનાવી પૈસા કમાતો હતો. જેની આ છેતરપીંડી નો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. તેમજ આ અપરાધીઓ દ્વારા અન્ય કેટલા લોકો સાથે આવી છેતરપીંડી કરવામાં આવી છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

 

પકડાયેલ ગુનેગારોમાં પ્રશાંત રાજનારાયણ શ્રીવાસ્તવ, ઓમપાલસીંગ શ્યામચરણ, પંકજ રમેશચંદ્ર શર્મા, તુફૈલ ખાન, સત્યપ્રકાશ શ્રીશિવનાથ યાદવ, મોહંમદ  જીશનરઇસ અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે. દમણ પોલીસે તમામની પાસેથી 80થી વધુ ચેક બુક, મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર અને અલગ અલગ સરકારી કાર્યાલયના રબ્બર સ્ટેમ્પ સહિત 58,200 રોકડ રકમ જપ્ત કરી IPC કલમ 464, 465, 467, 468, 471, 472, 120 બી, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

દમણમાં કાર્યરત Softech Pharma પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીના HR અને Executive અજિત શર્માએ નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, India Mart નામની social સાઇટ્સ પર તેમની કંપની દ્વારા પેરાસીટામોલ દવાના રો-મટિરિયલ્સની રિકવેસ્ટ નાખી હતી. જે અંગે યુરો એશિયા કેમિકલ નામની કંપનીએ તેનો સંપર્ક કર્યો હતો. જે બાદ પેરાસીટામોલ દવાના સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. જે સોફટેક ફાર્માની લેબોરેટરીઝમાં તપાસ કરતા સાચા જાણવા મળતા ઓર્ડર આપવામાં આવ્યો હતો. કંપનીએ માલ પ્રાપ્ત થાય તે પહેલાં 9,75,000નું પેમેન્ટ પણ કર્યું હતું. જે બાદ જે મટિરિયલ્સ મળ્યું તે ડુપ્લીકેટ હોવાનું સાબિત થયું હતું. આ સમગ્ર કેસ અંગે દમણ જિલ્લા પોલીસવડા અમિત શર્માએ વિગતો આપી હતી.
જિલ્લા પોલીસવડાના જણાવ્યા મુજબ ડુપ્લીકેટ મટિરિયલ્સ મળ્યા બાદ યુરો એશિયા કેમિકલના સંચાલકોએ પોતાનો સંપર્ક બંધ કરી દીધો હતો. આ સંદર્ભમાં નાની દમણ પોલીસ મથકમાં ગુન્હો નોંધાયા બાદ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમ બનાવવામાં આવી હતી પોલીસ ટીમ વિવિધ માહિતી એકઠી કરી કાનપુર પહોંચી હતી, જ્યાં કાનપુર પોલીસની મદદથી Euro Asia Bio Chemical નામની કંપનીમાં દરોડો પાડી 9 આરોપીઓની ધરપકડ કરી દમણ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં દમણ કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે 12મી જુલાઈ સુધીના કસ્ટડી રિમાન્ડ મંજુર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *