Thursday, December 26News That Matters

વીડિઓ કોલ પર અશ્લીલ હરકતોનું રેકોર્ડિંગ કરાવી પૈસા પડાવતા રાજસ્થાની યુવકની દમણ પોલીસે ધરપકડ કરી

 

દમણ :- દમણમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે ફેસબુક પર દોસ્તી કરી એક યુવતીએ વીડિઓ કોલ કર્યો હતો. જેમાં અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડિંગ કરી લઈ તેને વાયરલ કરી દેવાની તેમજ પોર્ન વેબસાઈટ પર અપલોડ કરી ધમકી આપી પૈસાની માંગણી કરે છે. દમણ પોલીસે આ ફરિયાદ આધારે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

નાની દમણ પોલીસે રાજસ્થાનથી એક યુવકની ધરપકડ કરી છે. જમશેદ ખાન નામના આ આરોપી સામે દમણના એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદી યુવકના ફેસબુક પર કોઈ પૂજા નામની યુવતીએ(નામ બદલ્યું છે) ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જે બાદ ફરિયાદી સાથે મેસેજમાં ચેટિંગ કરી તેનો વોટ્સએપ નંબર મેળવી વીડિઓ કોલ કર્યો હતો. વીડિઓ કોલમાં યુવતીએ અશ્લીલ હરકતો કરી તેનું રેકોર્ડીંગ કરી ફરિયાદી ને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં પૈસાની માંગણી કરી જો પૈસા નહિ આપે તો જે વીડિઓ કલીપ છે. તેને વાયરલ કરી દેવાની અને પોર્ન સાઇટ પર અપલોડ કરી દેવાની અને પોલીસમાં ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી હતી.

જમશેદ ખાન નામના યુવકની ધરપકડ કરી…

ફરિયાદીની આ ફરિયાદને ગંભીર ગણી નાની દમણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સોહિલ જીવાણીએ જિલ્લા પોલીસવડાની સૂચના આધારે એક ટીમનું ગઠન કરી ટેક્નિકલ સર્વેલન્સ, સોશ્યલ મીડિયા, બાતમીદારોના સહયોગથી તપાસ હાથ ધરી હતી. જેમાં તમામ માહિતી આધારે આ વીડિઓ કોલ કરનાર ગેંગ રાજસ્થાનમાં સક્રીય હોવાનું જાણવા મળતા એક ટીમને રાજસ્થાન મોકલી રાજસ્થાન પોલીસની મદદથી અલવર જિલ્લાના લક્ષ્મણગઢ ખાતેથી જમશેદ રૂસ્તમ ખાન નામના 27 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. જેને નાની દમણ ખાતે લાવી કોર્ટમાં રજૂ કરતા નામદર કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી….

પકડાયેલ યુવક સાથે અન્ય કેટલા લોકો સામેલ છે. અન્ય ક્યાં ક્યાં ગુન્હા કર્યા છે. તેની વિગતો મેળવવા નાની દમણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર સોહિલ જીવાણીએ વધુ તપાસ હાથ ધરી છે. દમણ પોલીસે જાહેર જનતાને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યકિતની ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારતા સમયે સાવધાન રહે અને સોશિયલ મીડિયામાં નંબર કે અન્ય માહિતી આપવાનું ટાળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *