Friday, January 31News That Matters

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA)ની વેબસાઈટ મલેશિયન હેકર્સ દ્વારા હેક કરાઈ, ઉદ્યોગકારો-મેમ્બર્સ અજાણ…?

દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (DIA)ની અધિકૃત વેબસાઇટ હેકર્સ દ્વારા હેક કરી દેવામાં આવી છે. DIA ની વેબસાઈટ www.diadaman.in ખોલતાની સાથે જ હેકર્સનો મેસેજ હેકડ બાય ડી.એક્સપ્લોઈટ મુસ્લિમ હેકર મલેશિયા સોલ્જર તથા ધાર્મિક નામ અંગેનો મેસેજ જોવા મળી રહ્યો છે. આ પ્રમાણે વેબ સાઈટ હેક થઈ જવાના કારણે દમણના વિવિધ ઉદ્યોગોની જરૂરી જાણકારી તથા મહત્વના ડેટા જોખમમાં મુકાઇ ગયા છે. જે પ્રમાણે વેબસાઇટ હેક થઈ છે એ જોતા ડી.આઈ.એ. દ્વારા વેબસાઇટના જરૂરી મેઇન્ટેનન્સ કાર્યમાં બેદરકારી દાખવી હોઈ એવું સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ DIA ની વેબસાઈટ છેલ્લા એક સપ્તાહથી હેક થઈ છે, આ મામલે જ્યારે મીડિયા દ્વારા ડી.આઈ.એ. ના પ્રમુખ સત્યેન્દ્રકુમાર સિંઘનો ટેલીફોનીક સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે, તેમણે તેઓ બહાર હોઈ અને તેમને વેબસાઈટ હેક થઈ હોવા અંગે કોઈ  જાણકારી ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ મીડિયા દ્વારા ડી.આઈ.એ. ના ઉપપ્રમુખ સની પારેખ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, વેબસાઇટ હેક થઈ હોવાની જાણકારી મળતાની સાથે જ તેની જરૂરી તપાસ કરવામાં આવી છે. અને આ અંગે તાત્કાલિક ડી.આઈ.એ. સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગકારોને ઈમેલ મારફતે જાણકારી આપી દેવામાં આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સ્થાપના વર્ષ 1982 માં થઈ હતી. જે બાદ દમણમાં વિવિધ એકમોના ઉદ્યોગો સ્થાપિત થતા રહ્યા છે. હાલમાં દમણમાં 2200 થી વધુ નાના મોટા એકમો કાર્યરત છે. દર વર્ષે દમણના ઉદ્યોગ હજારો કરોડો રૂપિયા રેવન્યુ પણ સરકારને આપી રહ્યા છે.

ત્યારે પ્રદેશમાં સ્થાપિત થયેલા ઉદ્યોગોની રૂપરેખા, તે અંગેની જરૂરી જાણકારી, સંપર્ક નંબર, સભ્યપદ, સહિતની એસો. સાથે જોડાયેલા પદાધિકારીઓની જાણકારી આંગળીના ટેરવે અન્ય ઉદ્યોગકારો અને લોકોને સરળતાથી મળી રહે એવા આશય સાથે ડી.આઈ.એ. દ્વારા એક વેબ સાઈટનું નિર્માણ કર્યું હતું. જેનો ઉપયોગ કરી ઉદ્યોગકારો, નાગરિકો જરૂરી માહિતી મેળવે છે.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *