દમણથી સિક્કિમ સુધી ફેલાયેલી અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ તેના ક્રિયાકલાપોને કારણે ફરી વિવાદોમાં ફસાઈ છે. આ વખતે ગુજરાત સરકારે અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ અને તેના વેપારીઓ પર 9 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેના જિલ્લામાંથી ખાદ્ય પદાર્થો અને દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં એલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડની એ ટુ ઝેડ એનએસ પ્લસ ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટના 15 નંગ બોક્સના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જે સરકારી લેબોરેટરીઝમાં એલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડની દવા A થી Z NS પ્લસ ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટના સેમ્પલ મિસબ્રાન્ડેડ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, આ મામલો રાજકોટના એડીએમ સમક્ષ સુનાવણી માટે આવતા તેમણે અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડની મહારાષ્ટ્રની હેડ ઓફિસના નરેન્દ્ર અમૃતલાલ પંચાલ અને સિક્કિમ ઓફિસના રવીન્દ્ર ચકીલમ પર 3-3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની આ કાર્યવાહીમાં અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ ઉપરાંત મેક્સ ન્યુટ્રા ફાર્માસ્યુટિકલ કંપનીને પણ નિશાન બનાવવામાં આવી છે. બદલામાં, કંપનીએ ડોકટરો અને મેડિકલ પ્રેક્ટિશનરોને કરોડો રૂપિયાનું વળતર ચુકવ્યું હતું, આ કંપનીએ આ ચૂકવેલા વળતરે કંપની ખર્ચમાં બતાવીને ઇન્કમ ટેક્સ વિભાગને પણ છેતરવાનો પ્રયાસ કર્યો હતો, આ મામલે હજી પણ તપાસ ચાલી રહી છે.
તો 2004-2005માં પણ આલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડે કરોડો રૂપિયાની દવાના સેમ્પલ દવાઓના નામે વેચીને કરોડો રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીની ઉચાપત કરી હતી. જોકે, તે સમયની યુપીએ સરકારમાં કંપની મેનેજમેન્ટની સારી પહોંચને કારણે આખો મામલો દબાવી દેવામાં આવ્યો હતો.
ગત વર્ષે પણ ઈન્કમટેક્સના દરોડા બાદ લોકોમાં એવી ચર્ચા ચાલી હતી કે દમણ સ્થિત કંપની મેનેજમેન્ટના અધિકારીઓ ખુલ્લેઆમ એવું કહેતા જોવા મળ્યા હતા કે અમે સત્તાધારી પાર્ટીને ઈલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયાનો ચંદો આપ્યો છે, અને બીજા પણ ઘણા કામ કર્યા છે, તેથી કોઈ અમારો વાળ પણ વાંકો નહિ કરી શકે,
ઉલ્લેખનીય છે કે, અલ્કેમ લેબોરેટરીઝ કંપનીની A to Z NS Plus ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટના નમૂનાઓ મિસબ્રાન્ડેડ હોવાનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના ADM ચેતન ગાંધીને અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ અને તેના વેપારીઓ પર 3 -3લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે, અગાઉ 1000 કરોડની કરચોરીમાં પણ અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડનું નામ આવ્યું હતું, જેની તપાસ હાજી ચાલુ છે. ત્યારે, હવે પહેલાની જેમ આખો મામલો ફરી દબાવી દેવામાં આવશે કે પછી સરકાર પોતાના નિર્ણયો પર અડગ તેના પર મીટ મંડાઈ છે.