બુધવારે તારીખ 02/11/2022ના જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્યોએ સંઘપ્રદેશ માં નવી શરૂ થયેલ ઈલેક્ટ્રીક AC બસમાં જમ્પોર બીચ સુધી મુસાફરી કરી હતી. આ મુસાફરી દરમ્યાન બસમાં સવાર મુસાફરો સાથે વાર્તાલાપ કરી વિવિધ સુચનોની આપ લે કરી હતી.
સંઘપ્રદેશ દમણમાં હાલમાં જ નવા વર્ષની શુભ શરૂઆત સાથે પ્રશાસન દ્વારા ઇલેક્ટ્રિક બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. દમણના વિવિધ વિસ્તારોમાં અને બીચ પર તેમજ નજીકમાં વિસ્તારને આવરી લઈ મુસાફરોને મુસાફરીનો અનોખો આનંદ આપતી આ સેવા ખૂબ જ ઉપયોગી નીવડશે ત્યારે તેના પ્રસાર પ્રચાર માટે બુધવારે તારીખ જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્યોએ ઈલેક્ટ્રીક AC બસમાં જમ્પોર બીચ સુધી મુસાફરી કરી હતી.
હોદ્દેદારોએ મુસાફરી દરમ્યાન મુસાફરો સાથે વાર્તાલાપ કરી બસમાં ગંદકી કરવાને બદલે સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. તો લોકોને બસમાં મુસાફરી કરવા માટે આગ્રહ કરવામાં આવ્યો હતો.
આ મુસાફરી પૂર્ણ કરવા સાથે જીલ્લા પંચાયત પ્રમુખ નવિનભાઈ પટેલ અને સદસ્ય વર્શીકાબેન, સુનીતાબેન, મેહુલભાઈ, દિનેશભાઈ, સદાનંદભાઈ અને યોગેશભાઈ દ્વારા આટલી સુંદર AC બસ લોકો ની સેવામા મુકવા બદલ પ્રશાસક પ્રફુલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.