Friday, January 31News That Matters

લો બોલો! જે સંઘપ્રદેશમાં દર ઉનાળે ટેન્કરથી પાણી વિતરણ કરવું પડે છે તે દાદરા નગર હવેલી દેશનું પ્રથમ ‘હર ઘર જલ’ પ્રમાણિત UT બન્યું!

ગોવા અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (D&NH અને D&D) અનુક્રમે દેશમાં પ્રથમ ‘હર ઘર જલ’ પ્રમાણિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જ્યાં તમામ ગામોના લોકોએ તેમના ગામને ‘હર ઘર જલ’ તરીકે જાહેર કર્યું. આ અંગે ગ્રામ સભા દ્વારા ઠરાવ પસાર કરી પ્રમાણિત કર્યું છે કે ગામડાઓમાં તમામ ઘરોમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ છે,  ગોવાના તમામ 2.63 લાખ ગ્રામીણ પરિવારો અને દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના 85,156 લોકોને નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી મેળવે છે. જો કે  હર ઘર જલ નું પ્રમાણપત્ર મેળવનાર દાદરા નગર હવેલીના એવા કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા દરમ્યાન ટેન્કરથી પાણી પહોંચાડવું પડે છે. તે વાસ્તવિકતા છે.
જલ જીવન મિશન એ ભારત સરકારનો એક મુખ્ય કાર્યક્રમ છે. જેની જાહેરાત 15 ઓગસ્ટ, 2019ના રોજ વડાપ્રધાન દ્વારા લાલ કિલ્લા પરથી કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ્ય પર્યાપ્ત માત્રામાં, નિર્ધારિત ગુણવત્તાયુક્ત શુદ્ધ પાણી ઘરને નલ દ્વારા મળે. 2024 સુધીમાં દેશના દરેક ગ્રામીણ પરિવારને નિયમિત અને લાંબા ગાળાના ધોરણે. આ કાર્યક્રમ ભારત સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ભાગીદારીમાં લાગુ કરવામાં આવ્યો છે.
હવે નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ…..
કોવિડ-19 રોગચાળા દરમિયાન વિવિધ અવરોધો અને પડકારોનો સામનો કરવો પડ્યો હોવા છતાં, પંચાયત પ્રતિનિધિઓ, પાણી સમિતિઓ, ગોવાના જિલ્લા અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના અધિકારીઓ અને D&NH અને D&D દ્વારા સતત પ્રયત્નોથી આ સિદ્ધિ મેળવી છે. તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ સહિત જાહેર સંસ્થાઓ પંચાયત ઇમારતો, આરોગ્યસંભાળ કેન્દ્રો, સામુદાયિક કેન્દ્રો, આશ્રમશાળાઓ અને અન્ય સરકારી કચેરીઓમાં હવે નળ કનેક્શન દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ છે. તેવો રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો છે.
ગ્રામસભાના ઠરાવ દ્વારા પુષ્ટિ કરે છે…….
 જલ જીવન મિશનના માર્ગદર્શિકામાં પ્રમાણપત્રની પ્રક્રિયાની વિગતવાર માહિતી આપવામાં આવી છે જે મુજબ સૌ પ્રથમ, ફિલ્ડ એન્જિનિયર ગ્રામસભાની બેઠક દરમિયાન પંચાયતને પાણી પુરવઠા યોજના અંગે પૂર્ણતા પ્રમાણપત્ર રજૂ કરે છે.  ગામો ગ્રામસભાના ઠરાવ દ્વારા પુષ્ટિ કરે છે કે દરેક ઘરને નિયત ગુણવત્તાનું પાણી નિયમિત પુરવઠો મળી રહ્યો છે અને એક પણ ઘર બાકી નથી.  તેઓ એ પણ પુષ્ટિ કરે છે કે તમામ શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને અન્ય જાહેર સંસ્થાઓને પણ નળનું પાણી મળે છે. જો કે આ તપાસ સચોટ હોવાનું ખુદ ગ્રામજનો જ હસવામાં કાઢી રહ્યા છે.
ગોવાના તમામ 378 ગામો અને D&NH અને D&D ના 96 ગામોમાં વિલેજ વોટર એન્ડ સેનિટેશન કમિટી (VWSC) અથવા પાણી સમિતિની રચના કરવામાં આવી છે. VWSC ‘હર ઘર જલ’ કાર્યક્રમ હેઠળ વિકસિત પાણી પુરવઠાના માળખાના સંચાલન, જાળવણી અને સમારકામ માટે જવાબદાર છે.  ગ્રામ પંચાયતની આ પેટા સમિતિની પણ યુઝર ચાર્જ વસૂલવાની જવાબદારી છે જે બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને તેનો ઉપયોગ પંપ ઓપરેટરના માનદ વેતન ચૂકવવા અને સમયાંતરે નાના સમારકામ માટે કરવામાં આવશે.
57 લાખથી વધુ પાણીના નમૂનાઓનું પરીક્ષણ…..
પાણીની ગુણવત્તા એ મિશનનું એક મહત્વપૂર્ણ પાસું છે અને તે સુનિશ્ચિત કરવા માટે, દરેક ગામની ઓછામાં ઓછી પાંચ મહિલાઓને પાણીનું પરીક્ષણ કરવા માટે તાલીમ આપવામાં આવે છે.  આજે દેશમાં 10 લાખથી વધુ મહિલાઓને ગ્રામીણ ઘરોમાં પૂરા પાડવામાં આવતા પાણીની ગુણવત્તા ચકાસવા માટે ફિલ્ડ ટેસ્ટ કિટ્સ (FTKs) નો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવી છે.  આ મહિલાઓ દ્વારા ફિલ્ડ ટેસ્ટિંગ કિટ્સ (FTKs) નો ઉપયોગ કરીને 57 લાખથી વધુ પાણીના નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
દેશના 52% થી વધુ ગ્રામીણ પરિવારોને નળથી પાણી મળે છે…….
PIB એ આપેલા રિપોર્ટ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ ઔર સબકા પ્રયાસ”ના વિઝનને અનુસરીને, દેશના 52% થી વધુ ગ્રામીણ પરિવારો હવે નળના પાણીથી જોડાયેલા છે જે આ પરિવર્તનના પ્રારંભ સમયે માત્ર 17% હતા. તેવું જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *