Friday, January 31News That Matters

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા દેશી ડાંગરનું ધરું તૈયાર કરી ખેડૂતોને વિતરણ કરાયુ 

 સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાને ધ્યાનમાં રાખી સરકારી ડેમોસ્ટ્રેશન ફાર્મ માં તૈયાર કરેલ ડાંગરનું ધરું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ દેશી બિયારણમાંથી તૈયાર કરેલ ડાંગર વધુ ઉત્પાદન સાથે સારી આવક અપાવે છે.
દાદરા નગર હવેલીમાં દર વર્ષે ચોમાસામાં ડાંગર ની ખેતી કરવામાં આવે છે. એ માટે ખેડૂતો બિયારણ કેન્દ્ર પરથી બિયારણ ખરીદી તેનું ધરું તૈયાર કરી તે બાદ વાવણી-રોપણી શરૂ કરે છે. હાલમાં પણ મોટાભાગના ખેડૂતોએ બિયારણની ખરીદી કરી ધરું તૈયાર કર્યા બાદ રોપણી ની શરૂઆત કરી દીધી છે. ત્યારે જે ખેડૂતો ને બિયારણની ઘટ પડી હોય તેવા ખેડૂતો ને દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ સરકારી ફાર્મમાં તૈયાર કરેલ ધરૂનું વિતરણ કરે છે.
ખેતી વિભાગના અધિકારી સુરેશભાઈ ભોયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં ખેડૂતો જે ધરું માટે બિયારણ નાખે છે તે વરસાદ ના પડતા અને વધારે પડતા વરસાદને કારણે ધરું ઉગ્યુંના હોય અને બિયારણ પક્ષીઓ ખાય જાય છે જેથી એમને ભાતની રોપણી કરવા માટે ધરૂની ઘટ પડી જાય છે. જેના માટે લગભગ છ વર્ષથી  એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા સરકારી ડેમોસ્ટ્રેશન ફાર્મ માં મસૂરી, જ્યાં, JR3, સરદાર, તાપી જેવી દેશી જાતોનું વાવેતર કરી ધરું તૈયાર કરવામાં આવે છે. આ તમામ જાતો દેશી છે. જેનાથી ખેડૂતોનું ઉત્પાદન બમણું થતા આવકમાં વધારો થાય છે. હાલ 4 દિવસથી ધરું નું વિતરણ કરવામાં આવે છે. જેમાં લગભગ 150 જેટલા ખેડૂતોને રાહતદરે ધરું પૂરું પાડ્યું છે.
દાદરા નગર હવેલી ખેતી વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 160થી વધુ ખેડૂતોને ધરુંનું વિતરણ કરવામાં આવ્યું છે. જેનો દાદરા નગર હવેલીના  સામરવરણી, આમળી, અથોલા, નરોલી, કીલવણી ગામના ખેડૂતોએ લાભ લીધો છે.
આ ધરું હાઈબ્રીડવાળુ અને આધુનિક પદ્ધતિથી ખેતીવાડી વિભાગના નિષ્ણાંત અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અને દિશાનિર્દેશ મુજબ તૈયાર કરવામાં આવે છે. જેની રોપણી કરી ખેડૂતો વધુ આવક મેળવી શકે છે, પ્રદેશમા અંદાજિત 11 હજાર હેક્ટરમા ડાંગરની રોપણી કરાય છે, અને બે હજાર હેકટરમા શાકભાજી અને કઠોળનો પાક લેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *