હાલમાં જ ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ સાયબર ક્રાઈમ અંગે નોંધાયેલ ગુન્હા અને તેના નિયંત્રણ હેતુ કરાયેલ કાર્યવાહી અંગે લોકસભામાં પુછાયેલ પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી. જેમાં 2017થી 2021 સુધીમાં ધરખમ ગુન્હા નોંધાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે, ગુજરાત અને દાદરા નગર હવેલી દમણ અને દિવમાં નોંધાયેલ ગુન્હાની વિગતો પણ સામે આવી છે. જે અત્યંત ચોંકાવનારી છે.
સાયબર સ્પેસના ઉન્નત ઉપયોગ સાથે, છેતરપિંડી સહિતના સાયબર ગુનાઓની સંખ્યા પણ વધી રહી છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB) તેના પ્રકાશન “ભારતમાં અપરાધ” (Crime in India) માં ગુનાઓ પરના આંકડાકીય ડેટાનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે. તાજેતરનો પ્રકાશિત અહેવાલ વર્ષ 2021 માટે છે. NCRB દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા મુજબ, 2017 થી 2021ના સમયગાળા દરમિયાન સાયબર ગુનાઓ (માધ્યમ/લક્ષ્ય તરીકે સંચાર ઉપકરણોનો સમાવેશ થાય છે) હેઠળ નોંધાયેલા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ મુજબના કેસોની વિગતો આપવામાં આવી છે.
આ ડેટા આધારે ગુજરાત અને દાદરા નગર હવેલી દમણમાં નોંધાયેલ કેસની વિગતો જોઈએ તો……..,
વર્ષ 2017માં ગુજરાતમાં 458 કેસ નોંધાયેલા (CR), જેમાંથી 190 કેસ ચાર્જશીટ થયેલા (CCS), કોઈ દોષિત કેસ નોંધાયો નહોતો (CON), કોઈ કેસ ડિસ્ચાર્જ પણ થયો નહોતો (CDIS), કેસ દરમ્યાન 2 નિર્દોષ સાબિત થયા હતાં. (CAQ), 472 વ્યક્તિઓ ધરપકડ (PAR) કરવામાં આવેલી. 436 વ્યક્તિઓ સામે ચાર્જશીટ (PCS)કરાયેલ, એક પણ દોષિત (PCV) વ્યક્તિ સાબિત થયો નહોતો, 2017-2018 દરમિયાન કુલ સાયબર ક્રાઈમ્સ હેઠળ તપાસ બાદ 2 લોકોને નિર્દોષ જાહેર કરાયેલા
દમણ દાદરા નગર હવેલીમાં વર્ષ 2017 દરમ્યાન 1 કેસ નોંધાયેલા (CR), જે કેસ ચાર્જશીટ થયેલ (CCAS), એક વ્યક્તિની ધરપકડ (PAR) કરવામાં આવેલી.
છેલ્લા 5 વર્ષમાં ગુજરાત 4763, DDDNH માં 12 ગુન્હા નોંધાયા………….
ગુજરાત – DDDNH 2018……….
વર્ષ 2018 માં ગુજરાતમાં 702 કેસ નોંધાયેલા (CR), જેમાંથી 334 કેસ ચાર્જશીટ થયેલા (CCS), કેસ દરમ્યાન 2 નિર્દોષ સાબિત થયા હતાં. (CAQ), 786 વ્યક્તિઓની ધરપકડ (PAR) કરવામાં આવેલી. 647 વ્યક્તિઓ સામે ચાર્જશીટ (PCS)કરાયેલ, સાયબર ક્રાઈમ્સ હેઠળ તપાસ બાદ 2 લોકોને નિર્દોષ જાહેર કરાયેલા, દમણ દાદરા નગર હવેલીમાં વર્ષ 2018 દરમ્યાન 1 પણ કેસ નોંધાયેલ નહોતો.
ગુજરાત – DDDNH 2019……….
વર્ષ 2019 માં ગુજરાતમાં 784 કેસ નોંધાયેલા (CR), જેમાંથી 447 કેસ ચાર્જશીટ થયેલા (CCS), કેસ દરમ્યાન 8 નિર્દોષ સાબિત થયા હતાં. (CAQ), 1083 વ્યક્તિઓની ધરપકડ (PAR) કરવામાં આવેલી. 1064 વ્યક્તિઓ સામે ચાર્જશીટ (PCS)કરાયેલ, સાયબર ક્રાઈમ્સ હેઠળ તપાસ બાદ 11 લોકોને નિર્દોષ જાહેર કરાયેલા
દમણ દાદરા નગર હવેલીમાં વર્ષ 2019 દરમ્યાન 3 કેસ નોંધાયેલા (CR), એક વ્યક્તિની ધરપકડ (PAR) કરવામાં આવેલી.
ગુજરાત – DDDNH 2020……….
વર્ષ 2020 માં ગુજરાતમાં 1283 કેસ નોંધાયેલા (CR), જેમાંથી 465 કેસ ચાર્જશીટ થયેલા (CCS), કેસ દરમ્યાન 4 નિર્દોષ સાબિત થયા હતાં. (CAQ), 942 વ્યક્તિઓની ધરપકડ (PAR) કરવામાં આવેલી. 906 વ્યક્તિઓ સામે ચાર્જશીટ (PCS)કરાયેલ, સાયબર ક્રાઈમ્સ હેઠળ તપાસ બાદ 4 લોકોને નિર્દોષ જાહેર કરાયેલા
દમણ દાદરા નગર હવેલીમાં વર્ષ 2020 દરમ્યાન 3 કેસ નોંધાયેલા (CR), એક કેસ ચાર્જશીટ થયેલ, એક વ્યક્તિની ધરપકડ (PAR) કરવામાં આવેલી
ગુજરાત – DDDNH 2021……….
વર્ષ 2021 માં ગુજરાતમાં 1536 કેસ નોંધાયેલા (CR), જેમાંથી 715 કેસ ચાર્જશીટ થયેલા (CCS), કેસ દરમ્યાન 1 નિર્દોષ સાબિત થયા હતાં. (CAQ), 1395 વ્યક્તિઓની ધરપકડ (PAR) કરવામાં આવેલી. 1394 વ્યક્તિઓ સામે ચાર્જશીટ (PCS)કરાયેલ, સાયબર ક્રાઈમ્સ હેઠળ તપાસ બાદ 15 લોકોને નિર્દોષ જાહેર કરાયેલા
દમણ દાદરા નગર હવેલીમાં વર્ષ 2021 દરમ્યાન 5 કેસ નોંધાયેલા (CR), 2 કેસ ચાર્જશીટ થયેલ, 4 વ્યક્તિની ધરપકડ (PAR) કરવામાં આવેલી
‘નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ’ (www.cybercrime.gov.in) તમામ પ્રકારના સાયબર ગુનાઓની સરળતાથી જાણ કરવાની મંજૂરી આપે છે. આ પોર્ટલ પર નોંધાયેલા સાયબર ગુનાની ઘટનાઓ કાયદાની જોગવાઈઓ અનુસાર આગળના સંચાલન માટે સંબંધિત રાજ્ય/યુટી કાયદા અમલીકરણ એજન્સીને આપમેળે મોકલવામાં આવે છે.
અત્યાર સુધીમાં રૂ. 180 કરોડથી વધુ રકમના નાણાકીય છેતરપિંડીના વ્યવહારો બચી ગયા……
જે હેઠળ મળેલા ડેટા મુજબ, 01.01.2020 થી 07.12.2022 સુધીમાં 16 લાખથી વધુ સાયબર ક્રાઇમના બનાવો નોંધાયા છે અને 32 હજારથી વધુ FIR નોંધવામાં આવી છે. નાણાકીય છેતરપિંડીઓની તાત્કાલિક જાણ કરવા અને છેતરપિંડી કરનારાઓ દ્વારા ભંડોળની ઉચાપત રોકવા માટે ‘સિટીઝન ફાઇનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ’ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રૂ. 180 કરોડથી વધુ રકમના નાણાકીય છેતરપિંડીના વ્યવહારો બચી ગયા છે. ઓનલાઈન સાયબર ફરિયાદો દાખલ કરવામાં સહાય મેળવવા માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ‘1930’ કાર્યરત કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય માહિતી સુરક્ષા નીતિ અને માર્ગદર્શિકા……..
રાષ્ટ્રીય માહિતી સુરક્ષા નીતિ અને માર્ગદર્શિકા (NISPG) 2019 ICT ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં માહિતી સુરક્ષા ભંગ/સાયબર ઘૂસણખોરીને રોકવા માટે જારી કરવામાં આવી છે. NISPG ને કેન્દ્રીય મંત્રાલયો તેમજ રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે શેર કરવામાં આવ્યું છે. તેમને સૂચના સુરક્ષાને મજબૂત કરવા અને માહિતી સુરક્ષા ભંગને રોકવા માટે NISPG મુજબ માહિતી સુરક્ષા નિયંત્રણોને મજબૂત કરવા માટે યોગ્ય પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
સાયબર ક્રાઈમ પર જાગરૂકતા ફેલાવવામાં આવે છે………
સાયબર ક્રાઈમ પર જાગરૂકતા ફેલાવવા માટે, કેન્દ્ર સરકારે પહેલ કરી છે જેમાં, SMS દ્વારા સંદેશાનો પ્રસાર, I4C સોશિયલ મીડિયા એકાઉન્ટ એટલે કે ટ્વિટર હેન્ડલ (@Cyberdost), Facebook(CyberDostI4C), Instagram(cyberdosti4c), ટેલિગ્રામ(cyberdosti4c), રેડિયો ઝુંબેશ, બહુવિધ મીડિયામાં પ્રચાર માટે MyGov સાથે સંકળાયેલ, સાયબર સલામતી અને સુરક્ષા જાગૃતિનું આયોજન રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથેના સહયોગમાં કિશોરો/વિદ્યાર્થીઓ માટે સાપ્તાહિક હેન્ડબુકનું પ્રકાશન દ્વારા જન જાગૃતિ લાવવા માટે પ્રચાર કરવા વિનંતી કરવામાં આવી છે.
સાયબર ગુનામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈઓ અનુસાર કાનૂની કાર્યવાહી……..
ભારતના બંધારણની સાતમી અનુસૂચિ મુજબ ‘પોલીસ’ અને ‘પબ્લિક ઓર્ડર’ એ રાજ્યના વિષયો છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમની કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) દ્વારા સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓના નિવારણ, શોધ, તપાસ અને કાર્યવાહી માટે મુખ્યત્વે જવાબદાર છે. કાયદા અમલીકરણ એજન્સીઓ (LEAs) સાયબર ગુનામાં સામેલ વ્યક્તિઓ સામે કાયદાની જોગવાઈઓ અનુસાર કાનૂની કાર્યવાહી કરે છે. કેન્દ્ર સરકાર તેમની ક્ષમતા નિર્માણ માટે વિવિધ યોજનાઓ હેઠળ સલાહ અને નાણાકીય સહાય દ્વારા રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોની પહેલને પૂરક બનાવે છે.
સરકારે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન (I4C) ની સ્થાપના કરી છે……..
સાયબર ગુનાઓ સાથે વ્યાપક અને સમન્વયિત રીતે વ્યવહાર કરવા માટે મિકેનિઝમને મજબૂત કરવા માટે, કેન્દ્ર સરકારે સાયબર ગુનાઓ વિશે જાગૃતિ ફેલાવવા, ચેતવણીઓ/સલાહ-સૂચનો જારી કરવા, કાયદા અમલીકરણ સંબંધિત વ્યક્તિ/પ્રતિનિધિ અધિકારીઓની ક્ષમતા નિર્માણ/પ્રશિક્ષણ માટે પગલાં લીધાં છે. સાયબર ફોરેન્સિક સવલતો વગેરે. સરકારે ‘ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન (I4C) ની સ્થાપના કરી છે, જેથી LEA ને સાયબર ગુનાઓ સાથે વ્યાપક અને સંકલિત રીતે વ્યવહાર કરવા માટે એક માળખું અને ઇકો-સિસ્ટમ પ્રદાન કરી શકાય.
બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D) તેના પ્રકાશન “પોલીસ સંસ્થાઓ પર ડેટા” માં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનો પરના આંકડાકીય ડેટાનું સંકલન કરે છે અને પ્રકાશિત કરે છે. તાજેતરનો પ્રકાશિત અહેવાલ વર્ષ 2021 માટે છે. BPR&D દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા ડેટા મુજબ, 01.01.2021ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રાજ્ય/યુટી-વાર વિગત આપવામાં આવે છે. જો કે ડિજિટલ યુગમાં એક વાત દરેક નાગરિકે નોંધવી જરૂરી છે કે, સાવચેત રહેશો તો સાયબર ફ્રોડ થી તમારા નાણાંને પણ સુરક્ષિત રાખી શકશો.