Friday, October 18News That Matters

વાપીમાં સસ્તા બજાર મોલની લોભામણી સ્કીમ કોરોનાને આમંત્રણ આપતી ગ્રાહકોની ભીડ

દેશમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર મચાવી રહી છે. ત્યારે વાપીમાં લાલચુ વેપારીઓ ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી ભીડ એકઠી કરી કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે. વાપીમાં રવિવારે સસ્તા બજાર મોલ ના નામે કપડાં અને ઘરવખરીનો સેલ ઉભો કરનાર દુકાનદારે લુડોની રમતને વેપાર સાથે જોડી જે પણ ગ્રાહક 2 પાસા ઉછાળે અને તેમાં એક આવે તો ખરીદી ફ્રી એવી લોભામણી ઓફરના બેનર મારતા મોલમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી.
વાપીમાં રવિવારે મુખ્ય બજારમાં હજારો લોકો ખરીદી કરવા ઊમટતા હોય છે. ત્યારે હાલમાં કોરોના ને કારણે તંત્રએ બજારમાં ભીડ નહિ કરવા અને માસ્ક સહિત સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરી છે. પરન્તુ વાપીમાં ગ્રાહકોને લોભામણી સ્કીમમાં વધુ ખરીદી કરવા પ્રેરિત કરી શકાય એ માટે એક વેપારીએ એવી સ્કીમ મૂકી કે રવિવારે આ વેપારીના મોલમાં ગ્રાહકોની ભીડ જામી હતી.
વાપી ટાઉનમાં પુષ્પમ જવેલર્સ નજીક એક વેપારીએ કપડાં અને ઘર વખરીની ચીજો નો મોલ ખોલી આ મોલમાં ગ્રાહકોને ખરીદી માટે લલચાવતા બેનર લગાવી ‘માર્કેટ સે આધે દામ’ સસ્તા બજાર મોલ, ના નામે સેલ ઉભો કર્યો છે. વેપારીએ મોલ બહાર બીજી લોભામણી સ્કીમના બેનર લગાવ્યા છે કે, ખરીદી કરો અને લુડો ના 2 પાસા ઉછાળો, જો બંને પાસા માં 1 આવે તો પુરી ખરીદી મફત….
આ લોભામણી સ્કીમનો લાભ ઉઠાવવા રવિવારે મોલમાં ગ્રાહકોની ભીડ જામી હતી. જેને કાબુમાં કરવું અઘરું હોવા છતાં વેપારી બેફિકર બની વેપારમાં મશગુલ હતો. જ્યારે વધતી ભીડને જોઈને કોરોના સંક્રમણ ફેલાશે તેવી દહેશતમાં આસપાસના વેપારીઓએ નગરપાલિકામાં જાણ કરતા પાલિકાના ટ્રાફિક નિયમન શાખાના કર્મચારીઓએ ભીડ ઓછી કરવા દુકાન માલિક ને ટોકતા દુકાન માલિકે તેમની સામે પણ દાદાગીરી કરી હતી. એક તરફ પાલિકાએ 21 લાખના ખર્ચે ખાનગી એજન્સીને બજારમાં થતા ટ્રાફિકને નિયંત્રણ કરવા કોન્ટ્રાકટ આપ્યો છે. ત્યારે તેમના દ્વારા લોકોને માઇક થી કરવામાં આવતી અપીલ પણ દુકાનદારે ગણકારી નથી. ત્યારે આ પ્રકારે લોભામણી સ્કીમ આપી ભીડ એકઠી કરતા મોલ માલિક સામે વહીવટી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ વાપીના અન્ય વેપારીઓએ કરી છે.
એક તરફ પાલિકાએ 21 લાખના ખર્ચે ખાનગી એજન્સીને બજારમાં થતા ટ્રાફિકને નિયંત્રણ કરવા કોન્ટ્રાકટ આપ્યો છે. ત્યારે તેમના દ્વારા લોકોને માઇક થી કરવામાં આવતી અપીલ પણ દુકાનદારે ગણકારી નથી. ત્યારે આ પ્રકારે લોભામણી સ્કીમ આપી ભીડ એકઠી કરતા મોલ માલિક સામે વહીવટી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ વાપીના અન્ય વેપારીઓએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *