Sunday, March 2News That Matters

SMST CUP 2025ની ફાઈનલ મેચમાં ક્રિકેટ ક્લબ રેંટલાવનો જય જલારામ સલવાવ સામે રોમાંચક વિજય

શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ તાલુકા પારડી અને વાપી દ્વારા SMST CUP 2025 નું આયોજન ઉમરસાડી માંગેલવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પારડી અને વાપી તાલુકાની 42 ટીમો એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 01/03/2025 ના રોજ 6 ટીમ વચ્ચે સુપર સિક્સ સાંઈ મેઘપન ક્રિકેટ સ્પોટઁસ લાઈફ પરીયા ખાતે રમાઈ હતી. 

આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમા મુખ્ય મહેમાન BAPS સ્વામિનારાયણ સેલવાસ સંસ્થા ચિન્મય સ્વામી ના કર કમલો દ્રારા કરવામાં આવ્યુ ત્યાર બાદ SMST CUP 2025 ની ફાઈનલ મેચ ક્રિકેટ ક્લબ રેંટલાવ  અને જય જલારામ સલવાવ A વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા રેટલાવ ક્રિકેટ ક્લબ પ્રથમ બેટીંગ કરી 37 રન બનાવ્યા હતા. એના જવાબમાં જય જલારામ સલવાવ એ 30 રન બનાવી શકી હતી. રેટલાવ ક્રિકેટ ક્લબ નો 7 રન થી રોમાંચક વિજય થયો હતો.

પારિતોષિક ઈનામ વિતરણ કાયઁકમ માં બીજેપી વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ, બીજેપી વાપી તાલુકા પ્રમુખ સમય પટેલ, વાપી નગર પાલિકાના પુવઁ કારોબારીના અધ્યક્ષ મિતેષ દેસાઈ, પારડી નગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટર શ્રીમતિ ઈલાબેન પરમાર, ભુપેન્દ્ર રાઠોડ સરપંચ કુભારીયા, મનોજભાઈ માહયાવંશી વાપી તાલુકા પંચાયત ન્યાય સમિતી ના અધ્યક્ષ, ચંપકભાઈ ભગવાનજી, અજીત મહેતા, ભરત ગજાનંદ માહયાવંશી, સુરેશ પરમાર, અરુણ ભાટકર તેમજ સમાજના આગેવાનો દાતાઓ, ભાઈઓ, બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેચ નુ લાઈવ પ્રસારણ યુટ્યુબ ઉપર કરવામાં આવ્યું હતું. જે 5000 લોકો એ નિહાળ્યું હતું. SMST ક્રિકેટ કમિટી તેમજ અધ્યક્ષ સંતોષ રાઠોડ તેમજ સંસ્થાના પ્રમુખ સંજય માહ્યાવંશીએ ભારે જહેમત ઉઠાવી ક્રિકેટ ટુર્નામેન્ટ સફળ બનાવી હતી. વિશેષમાં મયમ માહયાવંશી ગામ ચણોદ ની ગુજરાત અન્ડર 14 ની ટીમ માં પસંદગી થવા બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *