વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકીની પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે આદિવાસી મહિલા અને કોંગ્રેસના પાયાના કાર્યકર ગણાતા જયશ્રી બેન પટેલને ટિકિટ આપી છે. ઉમેદવાર તરીકે જયશ્રી બેનનું નામ જાહેર કર્યા બાદ જયશ્રી બેને આજથી જ કાર્યકરો સાથે મળવાનું અને ચૂંટણી પ્રચારના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠકનો દૌર શરૂ કર્યો છે. જે અંતર્ગત વાપીમાં કોંગ્રેસી કાર્યકરોને મળવા આવેલા જયશ્રી બેને પારડી વિધાનસભા બેઠક પર જીત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જયશ્રી બેનનું નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસી કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી બેઠકનો દૌર શરૂ કરી દીધો છે. વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ જયશ્રી બેન પટેલ શનિવારે વાપીમાં કોંગ્રેસી કાર્યકરોને મળ્યા હતાં. જયશ્રી બેન પટેલ વાપીમાં અન્ય કોંગ્રેસી કાર્યકરોને મળવા સાથે કોંગ્રેસના જાણીતા યુવા કાર્યકર ફરહાન બોગા અને ટાઉનના આગેવાનોને મળ્યા હતાં. જેઓએ જયશ્રી બેનને અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ ચૂંટણીલક્ષી ચર્ચા કરી હતી.
આ પ્રસંગે કોંગ્રેસના વિધાનસભા ચૂંટણીના પારડી બેઠકના ઉમેદવાર જયશ્રીબેન પટેલે પાર્ટીનો આભાર માનતા જણાવ્યું હતું કે, આદિવાસી મહિલા તરીકે કોંગ્રેસ પાર્ટી એ તેમને વિધાનસભા બેઠક પર તેમની કાબિલિયત જોઈને ટિકિટ આપી છે. ભાજપે વિકાસ ના નામે મતદારોને ભરમાવ્યા છે. 15 લાખ આપવાની વાત હોય કે ખેડૂતોનું દેવું માફ કરવાની વાત હોય, સરકારે માત્ર ઉદ્યોગપતિઓના જ દેવા માફ કર્યા છે. રોજગારી, મોંઘવારીના તમામ મુદ્દે સરકાર નિષ્ફળ નીવડી છે. જે તમામ મુદ્દા લઈને જનતાની વચ્ચે જશે.
જયશ્રીબેન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેમની માતા સવિતાબેન પટેલ 1985માં પારડી બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે પ્રજાના અનેક કામ કર્યા છે. તેઓ પોતે પણ જિલ્લા અને તાલુકા ક્ષેત્રે બે વખત ચૂંટાઈને આવ્યા છે. તેથી પ્રજા સાથે તાલમેળ સાધવાનો બહોળો અનુભવ છે. અને પ્રજાના કામ કરવા તત્પર છે. એટલે મતદારો, પાર્ટીના કાર્યકરો, નેતાઓ તેમને આ ચૂંટણીમાં ચોક્કસ વિજય અપાવશે.
જયશ્રીબેન પટેલે હાલની ભાજપ સરકાર અને હાલના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ અંગે જણાવ્યું હતું કે પારડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાયેલા કનુભાઈ દેસાઈ રાજ્યના નાણામંત્રી છે. પરંતુ તેમણે આ બેઠક પર આંખે ઉડીને વળગે તેવું કોઈ કામ કરીને બતાવ્યું નથી. મોંઘવારીમાં પ્રજાની કમર તૂટી ગઈ છે. રોડ, રસ્તા બ્રિજ જેવા અનેક મુદ્દાઓ છે. જે લઈને જનતા સમક્ષ જશે અને જનતા તેમને એક આદિવાસી મહિલા તરીકે સ્વીકારી વિજય અપાવશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
👉 The AI Content Generator Everyone Should Be Using :). Click Here:👉 https://stanford.io/3FXszd0