Friday, October 18News That Matters

75માં આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે બહાર પાડવામાં આવેલ સિક્કા અને સ્ટેમ્પની ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને મળી ભેટ

આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના મૂલ્યના નવા ચલણી સિક્કા તેમજ દેશની અઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટની યાદગીરીરૂપે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આ બંને અમૂલ્ય ભેટ હાલમાં જ GST ની મળેલી કાઉન્સિલ માં નાણાપ્રધાન નિર્મલા સીતારમને ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આપી છે. 

 

 

 

આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશ સ્વતંત્રતાનાં 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. એના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1, 2, 5, 10 અને 20 રૂપિયાના નવા ચલણી સિક્કા બહાર પાડ્યા છે. આ સિક્કાઓની ખાસિયત એ છે કે એને બ્લાઇન્ડ વ્યક્તિ પણ સહેલાઈથી ઓળખી શકશે. સિક્કાઓ પર AKAM (Azadi Ka Amrit Mahotsav)નો લોગો છે. તેમજ વડાપ્રધાને દેશની અઝાદીથી શરૂ કરીને અત્યાર સુધીમાં રજૂ કરેલા કેન્દ્રીય બજેટની યાદગીરીરૂપે વિશેષ પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. આ બંને અમૂલ્ય ભેટ હાલમાં જ ચંદીગઢ ખાતે મળેલ 47મી GST ની કાઉન્સિલની મિટિંગમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમને ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈને આપી છે. કોઈનની નવી સિરીઝ અને સ્ટેમ્પ ભેટ સ્વરૂપે મેળવનાર ગુજરાતના તે એકમાત્ર વ્યક્તિ છે. જેણે વલસાડ જિલ્લાનું પણ ગૌરવ વધાર્યું છે.

 

 

 

આ ભેટ મેળવ્યા બાદ ગુજરાતના નાણાપ્રધાન કનું દેસાઈએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક પ્રસંગને ખાસ કરીને આઝાદીને લગતી વાતને કે વિકાસના મુદ્દાને નોખી અનોખી રીતે દેશની જનતા સામે રજૂ કરતા આવ્યા છે. જે અંતર્ગત જ હાલમાં દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી હોય આઝાદીના 75 માં અમૃત મહોત્સવ અંતર્ગત થઈ રહેલા ઉજવણીના ભાગરૂપે આઝાદીમાં અમૂલ્ય યોગદાન આપનાર વીરોને તેમજ દેશવાસીઓની યાદમાં આ સિક્કા બહાર પાડ્યા છે.

 

 

 

 

દેશના યુવાનોને આઝાદીનું અમૂલ્ય મહત્વ સમજાવવા તેમણે રૂપિયા એક, બે, પાંચ, દસ અને વીસ રૂપિયાના સિક્કાની નવી સિરીઝ બહાર પાડી છે. તેમજ 1947 માં દેશ આઝાદ થયો ત્યારથી કેન્દ્ર દ્વારા રજુ કરેલા કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી છે. બજેટ યાત્રાની યાદગીરી રૂપે બહાર પાડેલી આ પોસ્ટલ ટીકીટ અને નવી સિરીઝ ના સિક્કા તેમને હાલમાં GST કાઉન્સિલની મળેલી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતા રમને ભેટ સ્વરૂપે આપ્યા છે. આ ભેટ દેશના દરેક રાજ્યના નાણા પ્રધાનને મળી છે. એ મુજબ ગુજરાતમાં આ ભેટ મેળવનારા તેઓ એકમાત્ર નાણાપ્રધાન હોવાનો ગર્વ અનુભવ્યો હતો.

 

 

 

 

ઉલ્લેખનીય છે કે, સિક્કાઓની આ નવી શ્રેણી લોકોને ‘અમૃત કાલ’ના ધ્યેયની યાદ અપાવશે. લોકોને દેશના વિકાસ તરફ કામ કરવા માટે પ્રેરિત કરશે, આ વિશેષ સિક્કાઓમાં AKAM નો લોગો ડિઝાઇન કરવા સાથે વર્ષ 2022….. 75TH YEAR OF INDEPENDENCE મુદ્રીત કરેલ છે. આ સિક્કા પસંદગીની શાખાઓ દ્વારા વિતરિત કરવામાં આવ્યા બાદ અન્ય ચલણી સિક્કાની જેમ ટૂંક સમયમાં જ ચલણ માં આવશે. Department of Economic Affairs અને Ministry of Finance દ્વારા દેશમાં આઝાદી મળ્યા બાદ 26 નવેમ્બર 1947ના સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારથી શરૂઆત કરીને હાલમાં 1 ફેબ્રુઆરી 2022 સુધીમાં કુલ 76 બજેટ રજૂ કરવામાં આવ્યાં છે. જેમાં 14 વચગાળાના બજેટ અને 04 વિશેષ બજેટ રજૂ કરવામાં આવ્યા છે, 01 ફેબ્રુઆરી, 2022ના તાજેતરના બજેટમાં અમૃત કાલનો પાયો નાખવામાં આવ્યો હતો. જેની યાદ રૂપે ભારતના નકશા સાથે અને નકશામાં દેશે કરેલા વિકાસની સચિત્ર ઝલક સાથેની ટપાલ ટીકીટ બહાર પાડી છે. ત્યારે આશા રાખીએ કે આઝાદીના 75માં વર્ષની આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીની યાદ અપાવતા આ સિક્કાઓ અને ટપાલ ટીકીટ, સિક્કા-ટિકિટના સંગ્રહ શોખીનો માટે વધુ એક નજરાણું બનશે.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *