ડાંગ જિલ્લાના આહવા ખાતે ગતરોજ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી અને “જનજાતીય ગૌરવ દિવસ” ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં લોકસભાના દંડક અને વલસાડ/ ડાંગના સાંસદ ધવલ પટેલ લીખિત પુસ્તક “Modi With Tribals” નું વિમોચન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું,
આદિવાસી પરિવારોના સામાજિક આર્થિક વિકાસ તેમજ આદિવાસી સંસ્કૃતિના સંવર્ધન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાક પુરુષાર્થની ગાથા આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે. જે વાચકો માટે ઘણી રસપ્રદ બની રહેશે તેવું મુખ્યમંત્રી દ્વારા તેમના વિવિધ સોશિયલ મીડીયા પ્લેટફોર્મના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું.