Friday, March 14News That Matters

વાપીના ઉદ્યોગોમાં GPCB નું ચેકીંગ, કેટલાક યુનિટોમાંથી સેમ્પલ લઈ વડી કચેરીએ મોકલ્યા…!

વરસાદ શરૂ થયા બાદ GPCB દ્વારા વાપી GIDC ના ઉદ્યોગોમાં ચેકીંગ હાથ ધરાતું હોય છે. GPCB દ્વારા ઉદ્યોગોમાં CETP કનેક્શન સહિત અન્ય જરૂરી ચેકીંગ હાથ ધરાતું હોય છે. જે અંતર્ગત હાલમાં પણ GIDC ના અનેક એકમોમાં આ તપાસ હાથ ધરાઈ છે. તો, કેટલાક એકમોમાં તપાસ બાદ કેમિકલ અને કેમિકલયુક્ત પાણીના સેમ્પલ લઈ તેને વડી કચેરીએ મોકલવાની તજવીજ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ GPCB ને કરેલી ફરિયાદ બાદ વાપી GIDC માં 3rd phaseમાં પ્લોટ નંબર 1401/4 અને 1401/6 માં કાર્યરત Hema Dyechem નામની કંપનીમાં GPCB ના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. GPCB ના અધિકારીઓએ કંપનીમાંથી કેટલાક સેમ્પલ એકઠાં કરી તેને વડી કચેરી ખાતે મોકલ્યા છે. તો, એ જ રીતે અન્ય કંપનીઓમાં પણ રૂટીન ચેકીંગ હાથ ધર્યું હતું.

છેલ્લા એકાદ સપ્તાહથી ચાલતી આ કાર્યવાહી ગુરુવારે પણ શરૂ રહી હતી. ગુરુવારે GPCB ના અધિકારીઓએ પલ કલર, Pharmavet ઇન્ડસ્ટ્રીઝ સહિત અન્ય કેટલાક એકમોમાં વિઝિટ કરી હતી. આ કંપનીઓમાં CETP લાઇન અને અન્ય ડ્રેનેજ કનેક્શન અંગે જરૂરી તપાસ કરી હતી. સેમ્પલ કલેક્ટ કર્યા હતાં. જો કે વરસાદી પાણીનો લાભ લઇ ચકેલા ઉદ્યોગકારોના ઉદ્યોગો માં GPCB ની આ તપાસ ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા સમાન સાબિત થઈ રહી છે. સુત્રોનું માનીએ તો GPCB એ વાઈટલ, હેરંબા જેવી અન્ય કેટલીક કંપનીઓમાં પણ રૂટિન વિઝિટ કરી છે. અને સબ સલામત હોવાનો રાગ આલાપ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *