સોનલ બીજ નિમિત્તેના આ આયોજન હેઠળ સવારે 10:00 કલાકે માતાજીનું સામૈયું અને શોભાયાત્રા તથા ત્યાર બાદ માતાજીની આરતી મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વેસ્ટર્ન રેલવેના એરીયા મેનેજર વલસાડના મનોજભાઈ બારહટ, પ્રહલાદ સિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, નિવૃત્ત DySP એન. કે. લીલા વગેરે ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર KG થી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
બપોરે ચારણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલો હતો. સાજણ ગઢવી, સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા સાજિંદાઓ સાથે રાસ ગરબાની રમઝટમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ પરંપરાગત કચ્છી અને કાઠીયાવાડી રાસ ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો.
સાંજે મહાઆરતી અને પ્રસાદ બાદ રાત્રીના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં ગોવિંદ ગઢવી, પિયુષ મિસ્ત્રી, સીતાબેન રબારી, કરણદાન ગઢવી, વાલાભા ગઢવી, ઉમેશ ગઢવીએ આઈ આરાધના તથા ભજન સંતવાણી ના કાર્યક્રમ યોજ્યા હતાં. જેમાં બહોળી સંખ્યામાં તમામ સમાજના ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
આઈ શ્રી સોનલ બીજ મહોત્સવ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કર્યું હતું. જેમાં પણ લોકોએ ઉત્સાહભેર રક્તદાન કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો. રક્તદાન કેન્દ્ર વલસાડ તથા ચારણ ગઢવી સેવા સમાજ દ્વારા દરેક રક્તદાતાઓને પ્રોત્સાહન રૂપે ભેટ આપવામાં આવેલ હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ જીતુભાઈ રત્નુ, ઉપપ્રમુખ મૂરજીભાઈ, ખજાનચી મિતેશભાઇ લીલા, મંત્રી રાજેન્દ્રભાઈ ગઢવી, સહજાનચી અતુલભાઇ મિશણ, સહમંત્રી કાનાભાઈ ચારણ, પ્રકાશભાઈ ગઢવી, ગજેન્દ્રભાઈ ચારણ, હિંમતસિંહ ચારણ, રાજુભાઈ ખડીયા, મૂળજીભાઈ (પ્રગતિ સ્ટોર વાળા), મહેશભાઈ ખડિયા, રાણાભાઇ ગઢવી, રમેશભાઈ ધારાણી, માલદાનભાઈ કાગ, ગોવિંદભાઈ બારહટ, મેહુલ ગઢવી, પીઠાભાઈ ગઢવી, શેરદાન ચારણ, વિવેક બી.ગઢવી, પ્રદ્યુમનસિહ ગઢવી, ચંદ્રદાન ચારણ, માણસી ભાઈ મોવર સહિત તમામ ટ્રસ્ટીગણ અને ચારણ ગઢવી સમાજના ઉત્સાહિ નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Jay maa Sonal