Friday, October 18News That Matters

ચણોદના શિવશક્તિ મહિલા મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે રાધા-કૃષ્ણના લગ્નનો હિંડોળો તૈયાર કર્યો

વાપીમાં ચણોદ કોલોની ખાતે આવેલ મંદિરમાં હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંડોળા દર્શનનું આયોજન શિવ શક્તિ મહિલા મંડળ ની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાધા કૃષ્ણના લગ્નના રિસેપશનનો હિંડોળો તૈયાર કરી ભાવિક ભક્તોના દર્શન માટે ખુલ્લો મુક્યો હતો.

આ અંગે શિવ શક્તિ મહિલા મંડળના પ્રમુખ જ્યોત્સનાબેન પંડ્યાએ વિગતો આપી હતી કે, તેમની મહિલા સંસ્થા ચણોદ માં દર વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. જે અનુસંધાને આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન હિંડોળા દર્શનના મહાત્મ્યને ધ્યાને રાખી ભજન મંડળની 60 જેટલી મહિલાઓએ વિશેષ પ્રકારનો સાજ શણગાર સાથેનો હિંડોળો તૈયાર કર્યો છે.

સંસ્થાની બહેનો દ્વારા દર વર્ષે હિંડોળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. શ્રાવણ માસને અનુલક્ષીને કરતાં આ આયોજનમાં દરરોજ અલગ અલગ સાજ શણગાર સાથેના હિંડોળા દર્શન માટે મુકવામાં આવે છે. આ વર્ષે રાધા કૃષ્ણના લગ્નના રિસેપશનનો હિંડોળો તૈયાર કર્યો છે.

જેને જોવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરે ઉપસ્થિત રહ્યા હતાં. તમામે હરિવરને હિંડોળે ઝુલાવી ધન્યની લાગણી અનુભવી હતી. સંસ્થાની ભજન મંડળીએ રાધા કૃષ્ણ ના ભક્તિ ગીતો ગાઈ હિંડોળા ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *