Friday, October 18News That Matters

Chandrayaan-3 :- દમણવાસીઓને ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવ્યું, ઐતિહાસિક ક્ષણે ફટાકડા ફોડી એક બીજાને મીઠાઈ ખવડાવી

ભારતનું મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક Chandrayaan-3 મિશન તારીખ 23/08/2023ના બુધવારે સફળ થયું છે, ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે.

આ અવિસ્મરણીય પળોને માણવા દમણ બસ ડેપો પર ચંદ્રયાન લેન્ડિંગનું લાઈવ સ્ટ્રીમિંગ દર્શાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દમણવાસીઓ વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થવાની ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા, આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ ફટાકડા ફોડીને એક બીજાને મીઠાઈ ખવડાવી ચંદ્રયાન 3 મિશનની સફળતાની ઉજવણી કરી હતી, અને સમગ્ર દેશને ગૌરવ અપાવનાર દેશના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, દમણમાં ભાજપ દ્વારા અને દમણ નગરપાલિકાના પ્રમુખ અસ્પી દમણિયા દ્વારા ચંદ્રયાન 3નું લેન્ડિંગ શહેરના દરેક નાગરિક લાઇવ નિહાળી શકે તે માટે મોટી સ્ક્રિન પર આયોજન કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3નું સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર લેન્ડિંગ થતા અસ્પી દમણિયાએ અને દાદરા નગર હવેલી દમણ દીવ ભાજપના પ્રમુખ દીપેશ ટંડેલે એકબીજાને મીઠાઈ ખવડાઈ અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત તમામે હાથમાં તિરંગો લઈ ગૌરવ અનુભવી દેશના વૈજ્ઞાનિકો ને અભિનંદન પાઠવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *