Friday, January 31News That Matters

લઘુ ઉદ્યોગભારતી વાપી ઇકાઇ દ્વારા સ્નેહ મિલન સમારોહમાં સભાસદોને પ્રમાણપત્ર વિતરણ કરાયા

શુક્રવાર 3જી ફેબ્રુઆરીએ વાપી GIDC માં આવેલ સેન્ટર ઓફ એક્સીલન્સ ખાતે લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા સ્નેહમિલન સમારોહ સાથે સભાસદોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના ઉદેશ્ય અંગે લઘુ ઉદ્યોગ ભારતી ના રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તેઓ અંકલેશ્વરમાં 2 ફાર્માસ્યુટિકલ કંપની ધરાવે છે. અને લઘુ ઉદ્યોગભારતી માં જોડાયેલ છે.

 

દેશમાં અનેક એસોસિએશન છે. શહેરોમાં પણ અલગ અલગ એસોસિએશન છે. પણ નાના ઉદ્યોગો માટેનું કોઈ એસોસિએશન નથી. એટલે રાષ્ટ્રહિત-ઉદ્યોગહિત ને ધ્યાને રાખી આ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યમાં અને દેશમાં સ્થાપિત સૂક્ષ્મ અને નાના ઉધોગોની ચિંતા કરવામાં આવે છે. મોટા ઉદ્યોગો માટે ફીકી, એસોચેમ જેવા એસોસિએશન છે. એટલે 28 વર્ષ પહેલા નાના ઉદ્યોગોના હિત રક્ષણ માટે લઘુ ઉદ્યોગભારતી ની સ્થાપના કરવામાં આવી છે. દેશમાં મુખ્યત્વે નાના ઉદ્યોગો અને સૂક્ષ્મ ઉદ્યોગો જ ભારતની કરોડરજ્જુ છે. એ તૂટી ના જાય અને ચાલુ રહે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપતા રહે તે ઉદેશ્ય સાથે આ સંસ્થા કાર્યશીલ છે.


ગુજરાતના દરેક જિલ્લામાં આવા લઘુ ઉદ્યોગ ભારતીમાં જોડાયેલ ઉદ્યોગો કાર્યરત છે. આખા દેશમાં 550 થી વધુ જિલ્લામાં 770 થી વધુ ઈકાઈઓ છે. એટલે કે દરેક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આ સંસ્થા કાર્યરત છે. મુખ્યત્વે સંગઠન શક્તિ જ સૌથી મોટી શક્તિ છે. જો સંગઠિત રહીશું, ઉદ્યોગો સંગઠિત થશે તો ગમે તેટલું અઘરું કામ હશે તો પણ તેને પાર પાડી શકીશું.

વાપીમાં પણ અનેક નાના ઉદ્યોગો હોય વાપીમાં પણ સારું યુનેટ છે. અહીંયા સંખ્યાબળ સારું છે. જે સતત વધી રહ્યું છે. એટલે તેઓને પ્રોત્સાહન આપવા અને ઉદ્યોગોમાં કંઈ પણ પ્રશ્નો હોય તો એની ચર્ચા માટે આ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંસ્થાના સભાસદો ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં વાપી ઈકાઈમાં જોડાયેલ ઉદ્યોગપતિઓ તેમજ લઘુ ઉદ્યોગભારતીના વાપી ઈકાઈના અધ્યક્ષ મેહુલ પટેલ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ કમલેશ પટેલ, સેક્રેટરી સતીશ પટેલ સહિતના હોદ્દેદારો, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *