Central Board of Indirect Taxes and Customs (CBIC) of the Ministry of Finance(નાણાં મંત્રાલયના સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ) (CBIC) દ્વારા ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવના ભાગરૂપે, 11 થી 26 જાન્યુઆરી, 2025 દરમિયાન, CBIC ની ફિલ્ડ ફોર્મેશન્સે આશરે 7,844 કિલોગ્રામ ગાંજો, 1,724 કિલો મેથાક્વોલોન (મેન્ડ્રેક્સ)Methaqualone (Mandrex), 560 કિ.ગ્રા.Hashish/ચરસ, 130કિલો મેથામ્ફેટામાઇન/Methamphetamine, 105 કિલો કેટેમાઇન/Ketamine, 23 કિલો કોકેઇન, 7 કિલો MDMA, 94.16 લાખ ટ્રામાડોલ એચસીએલ ટેબ્લેટ્સ/Tramadol Hcl Tablets, 46,000 અલ્પ્રાઝોલમ/Alprazolam ગોળીઓ અને વિવિધ દવાઓના 586 એમ્પ્યુલ્સ ઇન્જેક્શન/Ampoules injection નો નાશ કર્યો હતો.
નાશ કરેલી NDPSની ગેરકાયદે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે રૂ. 2246 કરોડ છે. ભારતભરમાં અનેક સ્થળોએ સલામત અને બિન-જોખમી રીતે આ નાશ કરવામાં આવ્યો હતો.
Drug Disposal Drive NDPS/ડ્રગ ડિસ્પોઝલ ડ્રાઇવ એનડીપીએસની દાણચોરી સામે લડવા માટે CBICની કટિબદ્ધતા પર ભાર મૂકવાની સાથે- સાથે આ સંબંધમાં CBIC દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ ઉદ્દેશ ધરાવે છે. આ ઝુંબેશ 11 જાન્યુઆરી, 2025ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ સાથે સુસંગત છે.
(Photo and detail courtesy of PIB)
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં અને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ આવા જ નશીલા પદાર્થના જથ્થાનો હાલમાં નાશ કરવામાં આવ્યો છે. અને હાલમાં જ આવા નશીલા પદાર્થને જપ્ત કરવા સાથે તેની હેરાફેરી કરનારાઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જે બતાવે છે કે, વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ ઉપરાંત મહારાષ્ટ્રમાં આજે પણ આવા નશીલા પદાર્થોની હેરફેરનો મોટો કારોબાર ધમધમી રહ્યો છે.