Friday, October 18News That Matters

વલસાડના MLAની 11 સાયકલવીરો સાથેની રસીકરણ જાગૃતિ રેલીમાં ઢોર આડા આવ્યા! પેટ્રોલ માટે હોત તો મહારેલી બનતે!

વલસાડ :- corona હળવો થયો છે. લોકો vaccinationથી દૂર ભાગી રહ્યા છે. દેશમાં petrolનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના MLA ભરત પટેલ vaccination awareness માટે શહેરના 11 વોર્ડમાં cycle પર ફરી લોકોને જાગૃત કરવા નીકળ્યા હતાં. જો કે લોકોનું માનીએ તો સદાય મોંઘી carમાં ફરતા નેતા સાયકલ પર શહેરમાં નીકળતા પેટ્રોલના Rising prices નેતાઓને પણ ભારે પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. 
Valsad districtમાં કોરોના હવે હળવો થયો છે. વહીવટી તંત્ર અને health વિભાગ દ્વારા રસીકરણ ઝુંબેશ હાથ ધરી છે. જો કે કોરોના સામે રક્ષણ આપતી રસી લેવામાં નગરજનોને સમયસર ડોઝ મળતા નથી. એટલે જોઈએ તેવી વેકસીનેશન ઝુંબેશ આગળ વધતી નથી. આ અંગે ધારાસભ્ય ભરત પટેલના જણાવ્યા મુજબ માત્ર 15થી 17 ટકા જ વેકસીનેશન થયું છે. એટલે તેઓ પોતે સાયકલ પર વેકસીનેશન જાગૃતિ ફેલાવવા નીકળ્યા છે.
જો કે નવાઈની વાત એ હતી કે દેશની સૌથી મોટી પાર્ટીના બણગાં ફૂંકતા આ નેતાઓના આવા કાર્યક્રમમાં હંમેશા પાંખી હાજરી જ જોવા મળતી હોય છે. તેવી જ રીતે ધારાસભ્ય સાથે પણ BJPના માત્ર 11 જેટલા જ સાયકલવીરો જોડાયા હતાં. મતલબ કે ધારાસભ્યની સાયકલ રેલીમાં ધારાસભ્ય સહિત 12થી 15 કાર્યકરો જ સાયકલ લઈને નીકળ્યા હતાં. જેઓને વલસાડ શહેરના દરેક વિસ્તારમાં રખડતા ઢોરોએ (Stray Animals)
પરેશાન કર્યા હતાં.
એક સ્થળે તો રખડતા પશુઓ આડા ઉતરતા ધારાસભ્ય અને કાર્યકરોએ સાયકલ પરથી બેલેન્સ ગમાવ્યું હતું. જો કે ધારાસભ્યની આ સાયકલ રેલીને લઈને શહેરીજનોમાં ચર્ચા ચાલી રહી છે કે, દેશમાં પેટ્રોલનો ભાવ વધ્યો છે. 100 રૂપિયા લિટર પેટ્રોલ થયું છે. જેનો વિરોધ ભાજપના નેતાઓ કરી શકે તેમ નથી. મોદી બાપાએ પહેલેથી જ બધાની બોલતી બંધ કરી છે.
મોંઘી કારમાં ફરતા નેતાજી પેટ્રોલના પૈસા બચાવવા માટે આ રીતે કોરોના રસીકરણ જાગૃતિના નામે સાયકલ પર નીકળ્યા છે. જેમાં પણ તેને માત્ર ગણ્યા ગાંઠ્યા કાર્યકરોએ જ સહકાર આપ્યો છે. પરંતુ, જો petrol-diesel ના ભાવ વધારાના વિરોધમાં નીકળ્યા હોત તો કદાચ આ સાયકલ રેલી મહારેલી બની હોત. જે હોય તે પરંતુ, ભરતભાઈ સાયકલ પર નીકળ્યા એ વાતથી શહેરીજનોને ટાઢક વળી હતી કે હવે કદાચ કોરોના રસિકરણની જાગૃતિ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ઘટશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *