વાતાવરણમાં 21 ટકા પ્રાણવાયુ છે તો, પણ કોરોના મહામારીમાં કેમ સર્જાઈ તંગી
વાપી :- મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે ઓક્સિજન એ પ્રાણ બચાવતો પ્રાણવાયુ છે. અને તે પૃથ્વી પર પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. તેમ છતાં હાલની કોરોના મહામારીમાં પ્રાણવાયુની કટોકટી દરરોજ અનેક લોકોને મૃત્યુના ખપ્પરમાં હોમી રહી છે.
ધોરણ 6 થી ધોરણ 10માં ભણતા કોઈ બાળકને પૂછો કે પૃથ્વીના વાતાવરણમાં ઓક્સિજનની માત્રા કેટલી તો તે સચોટ જવાબ આપી દેશે 21 ટકા જેટલી. પૃથ્વી એક માત્ર ગ્રહ છે. જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. પૃથ્વીની ચારે બાજુ લગભગ 800 થી 1000 કિલો મીટરની ઊંચાઈ સુધી વિવિધ વાયુનું આવરણ છે. વાતાવરણ કહેવાતા આ આવરણમાં ઓક્સિજનની એટલી માત્રા મનુષ્ય સહિત અન્ય કેટલાય જીવો માટે પ્રાણ બચાવવા પૂરતી છે.
પૃથ્વીના વાતાવરણમાં નાઈટ્રોજનનું પ્રમાણ 78.03 ટકા, ઓક્સિજનનું પ્રમાણ 20.99 ટકા, ઓર્ગોનનું પ્રમાણ 0.94 ટકા, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ...