દમણમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ સીરિયલનું જ્યાં શૂટિંગ ચાલે છે તે મીરાસોલ રિસોર્ટસને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો
રિપોર્ટ :- જાવીદ ખાં
દમણ :- દમણ પ્રશાસને ગુરુવારે દમણના જાણીતા મીરાસોલ રિસોર્ટ અને મીરાસોલ સ્ટાફ કવાટર્સને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યું છે. આ રિસોર્ટમાં કેટલાક દિવસથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં' સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યું છે. અને સીરિયલના કેટલાક કલાકારો ઉપરાંત કૃમેમ્બર અહીં જ રોકાયેલા છે.
દમણ પ્રશાસને મીરાસોલ રિસોર્ટ અને મીરાસોલ રિસોર્ટ સ્ટાફ કવાટર્સને કોવિડ મહામારી હેઠળ કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કર્યું છે. દમણમાં ગુરુવારે વધુ 23 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતાં. જેથી 4 નવા કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. જેમાં મીરાસોલ રિસોર્ટ અને સ્ટાફ કવાટર્સનો સમાવેશ થાય છે. મીરાસોલ રિસોર્ટમાં છેલ્લા ઘણા દિવસથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં સિરિયલ'નું શૂટિંગ ચાલી રહ્યું છે.
દમણમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 203 એક્ટિવ કેસ છે. અને અલગ અલગ 26 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા...