AurangATimes Exclusive :- ઉમરગામના ધારાસભ્યના પરિવારે, વલસાડ જિલ્લા કોંગ્રેસના પ્રમુખે પણ મેળવી વાવાઝોડાની કૃષિ સહાય!
રિપોર્ટ :- કે. એન. વેપારી
વલસાડ :- ઉમરગામ તાલુકામાં બોગસ લોકોએ કૃષિ સહાય મેળવી લીધી હોવાની બુમરાણ ઉઠી છે. સાચા ખેડૂતો સહાયથી વંચિત રહેતા આ અંગે કેન્દ્રસરકારમાં વડાપ્રધાનને અને ગુજરાત રાજ્યના રૂપાણી સરકારને અનેક જાગૃત ખેડૂતોએ લેખિતમાં રાજુઆત કરી છે કે દરેક ગામમાં આ અંગે સ્થળ તપાસ કરવામાં આવી નથી એટલે ખેડૂતો ને ફાવતું મળી ગયું એમાં કેટલાય એવા લોકોએ સહાયના ફોર્મ ભરી દીધા છે જે ક્યાં તો ખેડૂત જ નથી અથવા તો ખેડૂત છે તો ખાતેદાર તરીકે નુક્સાનીનું વળતર જેટલા ખાતેદારના નામ છે તે દરેક ખાતેદાર ના નામે મેળવી લીધું. કોઈક ખૂબ જ પૈસાપાત્ર હોવા છતાં પણ સહાય મેળવી છે.
જો કે આ સમગ્ર મામલે પણ જ્યારે aurangatimes દ્વારા વિગતવાર તપાસ કરવામાં આવી તો અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં તાઉ-તે વાવાઝોડા બાદ જે કૃષિ સહાય જાહેર થઈ તે અંગે કૃષિ સહાયની કામગીરી અધિકારીઓએ ટેબલ પર બેસીને કરી તેના પરિ...