સરીગામ GPCBએ આરતી ડ્રગ્સમાંથી પાનોલી જતી સોલીડવેસ્ટ ભરેલ ટ્રક પકડી કાર્યવાહી હાથ ધરી
સરીગામ GPCB દ્વારા ગુરુવારે સરીગામની આરતી ડ્રગ્સ લિમિટેડ નામની કંપનીમાંથી પાનોલી જતા સોલીડવેસ્ટ ભરેલ ટ્રક ને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. GPCB એ આરતી ડ્રગ્સ લિમિટેડ માં તપાસ કરી બિલ પુરાવા વિના સગેવગે થતા સોલીડવેસ્ટ મામલે કંપનીમાથી અને ટ્રકમાથી સોલીડવેસ્ટના નમૂના લઈ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીને સુપ્રત કર્યો છે.
આ અંગે GPCB સરીગામ તરફથી મળેલ વિગતો મુજબ ગુરુવારે સાંજે તેમની ટીમને જાણકારી આપવામાં આવી હતી કે હાઇવે નમ્બર 48 પર રઘુનંદન હોટેલના પાર્કિંગમાં સવારથી એક શંકાસ્પદ ટ્રક અન્ય ટ્રકની આડમાં પાર્ક થયેલ પડ્યો છે. અને તેનો ડ્રાઇવર ગુમ છે.
આ જાણકારી બાદ GPCB સરીગામના અધિકારી રાજેશ મહેતા તેમની ટીમ સાથે હોટેલ રઘુનંદન પર પહોંચ્યા હતાં. જ્યાં પાર્ક થયેલ ટ્રક નંબર MH04-EL-3892ની તલાશી લઈ ટ્રક ના માલિક-ડ્રાઇવરની ભાળ મેળવવા કોશિશ આદરી હતી. રાત્રે 10 વાગ્યા બાદ ટ્રકનો ડ્રાઇ...