Friday, December 27News That Matters

National

અભિનેતા સોનુ સુદ અને બિલ્ડરના 28 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન, 20 કરોડની કરચોરી બહાર આવી

અભિનેતા સોનુ સુદ અને બિલ્ડરના 28 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન, 20 કરોડની કરચોરી બહાર આવી

Gujarat, National
આવકવેરા વિભાગે મુંબઈમાં અભિનેતા સોનુ સુદના અને તેના નજીકના ગણાતા બિલ્ડરના 28 જેટલા અલગ અલગ સ્થળો પર કરચોરી મામલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ટીમે વિવિધ પરિસરમાં અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથે સંકળાયેલા ઉદ્યોગોના લખનૌ સ્થિત જૂથોની શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી.  સર્ચ ઓપરેશનમાં મુંબઈ, લખનૌ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુડગાંવમાં ફેલાયેલા કુલ 28 સ્થળને આવરી લેવામાં આવ્યા છે. અભિનેતા અને તેના સહયોગીઓના પરિસરમાં સર્ચ દરમિયાન કરચોરી સંબંધિત ગુનાહિત પુરાવા મળ્યા છે. અભિનેતા દ્વારા અનુસરવામાં આવેલી મુખ્ય મોડસ ઓપરેન્ડી ઘણી બોગસ સંસ્થાઓ પાસેથી બોગસ અસુરક્ષિત લોનના રૂપમાં તેની બિનહિસાબી આવકનું માર્ગદર્શન કરતી હતી.  અત્યાર સુધીની તપાસમાં આવી વીસ એન્ટ્રીઓનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેનાં પ્રદાતાઓએ પરીક્ષામાં, બોગસ આવાસ એન્ટ્રીઓ આપવાના શપથ લીધા છે.  તેઓએ રોકડના બદલામાં ચ...
રાજસ્થાનના જેસલમેર પ્રદેશના જુરાસિક ખડકોમાંથી પ્રથમ વખત Hybodont Shark શાર્કની નવી પ્રજાતિઓની શોધ

રાજસ્થાનના જેસલમેર પ્રદેશના જુરાસિક ખડકોમાંથી પ્રથમ વખત Hybodont Shark શાર્કની નવી પ્રજાતિઓની શોધ

Gujarat, National, Science & Technology
દુર્લભ શોધમાં, જુરાસિક યુગના હાઇબોડોન્ટ શાર્ક/Hybodont Shark નવી પ્રજાતિઓના દાંતની/teeth of new species જાણ પ્રથમ વખત જૈસલમેરથી કૃષ્ણકુમાર, પ્રજ્ઞા પાંડે, ત્રિપર્ણ ઘોષ અને દેવાશિષ ભટ્ટાચાર્ય સહિતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ/ Geological Survey of India (GSI) ના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમ પ્રદેશ, જયપુરની આ શોધ હિસ્ટોરિકલ બાયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી છે, આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાના Palaeontology of International repute/પેલેઓન્ટોલોજી જર્નલે તેના ઓગસ્ટ, 2021, ચોથા અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ મહત્વની શોધની ઓળખ અને દસ્તાવેજીકરણમાં રૂરકીના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, પૃથ્વી વિજ્ઞાન વિભાગના વિભાગના વડા પ્રોફેસર ડૉ. સુનિલ બાઝપાઈ પશ્ચિમ ક્ષેત્રના પેલેઓન્ટોલોજી વિભાગના વરિષ્ઠ ભૂસ્તરશાસ્ત્રી કૃષ્ણ કુમારના જણાવ્યા મુજબ રાજસ્થાનના જેસલમેર પ્રદેશના જુરાસિક ખડકો (અંદ...
દમણમાં પાર્ટી કરવા બેસેલા 6 મિત્રોને તેના જ અન્ય મિત્રએ 25 જણાનું ટોળું બોલાવી ઢીબી નાખ્યા

દમણમાં પાર્ટી કરવા બેસેલા 6 મિત્રોને તેના જ અન્ય મિત્રએ 25 જણાનું ટોળું બોલાવી ઢીબી નાખ્યા

Gujarat, National
દમણ પોલીસમાં એક એવી ફરિયાદ નોંધાઇ છે કે આ ફરિયાદની વિગતો સાંભળી હસવું પણ આવે અને મિત્રોની બાબતમાં કેવી પસંદગી કરવી તેની શીખ પણ મળે, કેમ કે દમણ પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ફરિયાદી અને તેના મિત્રો સહિત 6 જણાને તેમના જ મિત્રએ પાર્ટીમાં આવ્યાં બાદ 25 જણાનું ટોળું બોલાવી ઢીબી નાખ્યા છે. ઉપરાંત જતા જતા 6 હજાર રોકડા રૂપિયા, 7 તોલાની સોનાની ચેન પણ લેતા ગયા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા ગયા. સંઘપ્રદેશ દમણમાં નાની દમણ પોલીસ મથકમાંથી મળેલી વિગતો મુજબ ગત તારીખ 13/09/2021 ના ​​રોજ સડક ફળિયા, આમલીયા, ડાભેલ, નાની દમણના રહીશ ફરિયાદી ગૌતમ કાંતિભાઈ પટેલે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની સાથે તેના અન્ય મિત્રો, ફોર્ચ્યુન વર્લ્ડ એપાર્ટમેન્ટ, કોલેજ રોડ નાની દમણ ખાતે પાર્ટીનું આયોજન કરી ખાવા -પીવા બેઠા હતા, જેમાં દુણેઠાનો જયેશ નાનુ પટેલ પણ સામેલ હતો.   જે ...
દમણ પોલીસે 600થી વધુ સાયબર ક્રાઈમ ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લેનાર ગેંગને દબોચી લીધી

દમણ પોલીસે 600થી વધુ સાયબર ક્રાઈમ ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લેનાર ગેંગને દબોચી લીધી

Gujarat, National
લોકોને SMS-ફોન કરી તેના બેન્ક એકાઉન્ટ્સમાંથી પૈસા ઉપાડી લેતી ગેંગના 4 ઇસમોને દમણ પોલીસે દબોચી લીધા છે. દમણના 14.16 લાખના સાયબર ક્રાઇમના ગુન્હાની તપાસમાં પકડાયેલ આ ઈસમો પાસેથી દમણ પોલીસને ચોંકાવનારી માહિતી મળી છે કે, આ અપરાધીઓએ ભારતભરમાં 600થી વધુ સાયબર ક્રાઇમના ગુન્હા આચરી લાખો રૂપિયા બેન્કમાંથી ઉપાડી લીધા છે.  સમગ્ર ઘટના અંગે દમણ પોલીસે આપેલી વિગતો મુજબ ગત 16/07/2021ના એક ફરિયાદીએ દમણ કોસ્ટલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બેન્ક એકાઉન્ટ્સમાંથી 14.16 લાખ રૂપિયા કોઈએ ઉપાડી લીધા છે. આ ફરિયાદ આધારે દમણ પોલીસે અજાણ્યા ઈસમો સામે કલમ 420 હેઠળ ફરિયાદ નોંધી અને તે બાદ તેમાં IPC કલમ 419, 201, 120-B, r/w 34 IPC કલમ ઉમેરી તપાસ શરૂ કરાઇ હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્યા ઇસમે ફરિયાદીના ફોન પર એક SMS મોકલી આ નમ્બર પર ફોન કરવા જણાવ્યું હતું. અને ફરિયાદ...
દમણના દરિયામાં આવેલા મધુબન ડેમના પાણીના પ્રવાહથી દમણ જેટી પર 2 બોટ ડૂબી

દમણના દરિયામાં આવેલા મધુબન ડેમના પાણીના પ્રવાહથી દમણ જેટી પર 2 બોટ ડૂબી

Gujarat, National
વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે દમણ જેટી પર લાંગરેલી 2 બોટ તૂટીને ડુબી જતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે. દમણ સમુદ્ર નારાયણ જેટી પાસે સ્થાનિક માછીમારોએ લાંગરેલી 2 બોટ પ્રોટેક્શન વોલના પથ્થરો સાથે અથડાઈને તૂટ્યા બાદ ડૂબી ગઈ છે. મધુબનના ધસમસતા પાણીના પ્રવાહમાં પ્રોટેક્શન વોલના પથ્થરોમાં બોટ અથડાતા 2 બોટ 600 લીટર ડીઝલ સાથે તૂટીને ડૂબી ગઈ છે.  માછીમારીની સામી સિઝને બોટ ડૂબી જતાં માછીમારો પર આભ ફાટ્યું છે. લાખોનું નુકસાન થતા માછીમારોએ પ્રશાસન સમક્ષ વળતરની માંગ કરી છે. રવિવાર રાત્રિથી દક્ષિણ ગુજરાત સહિત સંઘપ્રદેશ દમણમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસતા વરસાદને કારણે દાદરા નગર હવેલીમાં આવેલ મધુબન ડેમના 10 દરવાજા ખોલી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. સોમવારે સવારના 8 વાગ્યાથી મંગળવારના 8 વાગ્યા સુધીમાં મધુબન ડેમમાંથી 207 MCM પાણી છોડવામાં આવ્...
વાપીના CETP માંથી કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડી દેતા GPCB એ સેમ્પલ લીધા પણ ઉદ્યોગકારો અને કારભારીઓ સામે તપાસ થશે?

વાપીના CETP માંથી કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડી દેતા GPCB એ સેમ્પલ લીધા પણ ઉદ્યોગકારો અને કારભારીઓ સામે તપાસ થશે?

Gujarat, National
વાપીમાં 10 કરોડના ઉઘરાણા પ્રકરણ બાદ ધણી ધોરી વગરના બનેલા વાપીના વિવાદાસ્પદ એવા CETP પ્લાન્ટમાંથી વરસાદી પાણીની આડમાં ઉદ્યોગોનું ફિલ્ટર કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી દમણગંગા નદીમાં છોડી દેવાયું હોવાની રાવ સ્થાનિક ચંડોર ગામના સરપંચે અને ગામલોકોએ GPCB ને કરતા GPCB ની ટીમે સોમવારે CETP અને તેના આઉટ ફ્લો એવા દમણગંગા નદીના પટમાંથી પાણીના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો કે કેમિકલ યુક્ત પાણી નદીમાં છોડી દેવાના કારણે આસપાસના ગામલોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. રવિવારે દમણગંગા નદીમાં ચંડોર ગામ અને વાપીના ગણેશ ભક્તો ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા દમણગંગા નદી પર ગયા હતાં. ત્યારે, નદીમાં મોટાપાયે કલરવાળું પાણી જોવા મળ્યું હતું. જે અંગે તપાસ કરતા આ પાણી વાપીના ઉદ્યોગો માટે બનાવેલ CETP ના નાળામાંથી નદીમાં આવતું હોવાનું ધ્યાને આવ્યું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પાણી CET...
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 27 ગ્રામ્ય રસ્તા બંધ, મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું 1.18 લાખ ક્યુસેક પાણી

વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે 27 ગ્રામ્ય રસ્તા બંધ, મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું 1.18 લાખ ક્યુસેક પાણી

Gujarat, National
વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં રવિવારની રાત્રિથી સતત વરસાદ વરસી રહ્યો છે. સોમવારે બપોરના 12 વાગ્યા સુધીના 6 કલાકમાં પંથકમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે મધુબન ડેમના ઉપરવાસમાંથી સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થતી હોય ડેમનું લેવલ 78.40 મીટરે સ્થિર રાખી ડેમના 10 દરવાજા 2.20 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. હાલમાં 1.18 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા કપરાડા, ધરમપુર, ઉમરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઝવે ધરાવતા 27 માર્ગો પર વાહનવ્યવહાર બંધ કરાયો છે. રવિવારની રાત્રિથી વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ક્યાંક પવન અને ગાજવીજ સાથે ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સોમવારે વાપીમાં ભારે પવન સાથે વરસાદ વરસતા સવારના 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં ...
સેલવાસના સામરવરણી ગામની મહિલા સરપંચ બિલ્ડરના વચેટીયાને બેફામ ગાળો આપતી હોય તેઓ વીડિઓ વાયરલ થયો

સેલવાસના સામરવરણી ગામની મહિલા સરપંચ બિલ્ડરના વચેટીયાને બેફામ ગાળો આપતી હોય તેઓ વીડિઓ વાયરલ થયો

Gujarat, National
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં સામરવરણી ગ્રામ પંચાયતની મહિલા સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત એક બિલ્ડરના વચેટીયાને માં-બહેન સમી ગાળો આપતા હોવાનો વીડિઓ વાયરલ થયો છે. પોતાને ભદ્ર સમાજની ગણતી અને સરપંચ જેવા હોદ્દા પર બેસી આવા અપશબ્દો બોલતી મહિલાનો વીડિઓ વાયરલ થયા બાદ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.      દાદરા નગર હવેલીમાં સામરવરણી ગામે મહિલા સરપંચ તરીકે કાર્યરત કૃતિકા અજય ભરત સેલવાસમાં પ્રશાંત ડેવલોપર્સનું લાયઝનિંગનું કામ કરતા નિલેશ નામના ઇસમ સાથે અપશબ્દો બોલી જીભાજોડી કરતી હોવાનો વીડિઓ વાયરલ થયો છે. વિડીઓમાં કોઈ ફાઇલના સહી સિક્કાને લઈને તેમજ ટેક્સની રકમને લઈને જીભાજોડી થઈ રહી છે. જેમાં સરપંચ કૃતિકા અને તેનો પતિ અજય ભરત બેફામ ગાળો બોલી રહ્યા છે.   વિડીઓમાં જેને ગાળો અપાઈ રહી છે તે સેલવાસ-વાપીના જાણીતા પ્રશાંત ડેવલોપર્સ ગ્રુપ ના બિલ...
સરીગામની આરતી ડ્રગના સોલીડવેસ્ટ મામલે GPCB ની ભૂમિકા પર શંકા?

સરીગામની આરતી ડ્રગના સોલીડવેસ્ટ મામલે GPCB ની ભૂમિકા પર શંકા?

Gujarat, National
સરીગામની આરતી ડ્રગ લિમિટેડ કંપનીમાંથી સોલીડવેસ્ટ ભરેલ ટ્રક ને GPCB એ પકડ્યા બાદ 2 દિવસથી ટ્રક હોટેલના પાર્કિંગમાં જ રાખી મૂકી હોય, આ સમગ્ર મામલે GPCB ના અધિકારીઓ પર શંકાની સોય તકાણી છે. બિલ વગરનો સોલીડવેસ્ટ આટલી મોટી કંપનીમાંથી નીકળ્યો કેવી રીતે તે અંગે કંપનીના CCTV ચેક કરવા જરૂરી ભિલાડ નજીક હાઇવે નંબર 48 પર એક હોટેલ ના પાર્કિંગમાં સવારથી પાર્ક થયેલ ટ્રક માં સોલીડવેસ્ટ હોવાની જાણકારી GPCB ની ટીમને મળી હતી. જે બાદ આ સોલિડ વેસ્ટ સરીગામની આરતી ડ્રગ લિમિટેડ કંપનીનો હોવાનું ફલિત થતા GPCBની ટીમે તેના સેમ્પલ લઈ કંપનીમાં પડેલ સોલીડવેસ્ટ સેમ્પલ સાથે મેચ કરી ખરાઈ કરી હતી. જો કે તે બાદ આ મામલે GPCB ના અધિકારીએ આગળ કોઈ કાર્યવાહી કરી ના હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી છે. મળતી વિગતો મુજબ આ ગેરકાયદેસર સોલીડવેસ્ટ સગેવગે કરવાનું મસમોટું કૌભાંડ છે. જેમાં કંપનીના કરતૂત બહાર આવે તો...