ગુજરાતમાં 518 કરોડના બિનહિસાબી વહેવાર અંગે સુરત, નવસારી, મોરબી સહિત 23 સ્થળોએ Income Taxના દરોડા
આવકવેરા વિભાગે/ income tax department 22.09.2021ના રોજ કરચોરી અંગેની ગુપ્ત માહિતીના આધારે ગુજરાતમાંથી અગ્રણી હીરા ઉત્પાદક/Diamond manufacturer અને નિકાસકારના પરિસરમાં સર્ચ અને જપ્તી/search and seizure ની કામગીરી હાથ ધરી હતી. જૂથ હીરાના વ્યવસાય ઉપરાંત, ટાઇલ્સ બનાવવાના વ્યવસાયમાં પણ રોકાયેલું હતું. ઓપરેશનમાં ગુજરાતમાં સુરત, નવસારી, મોરબી, વાંકાનેર અને મહારાષ્ટ્રમાં મુંબઈ સ્થિત 23 પરિસરને આવરી લેવામાં આવ્યા છે.
શોધની મુખ્ય લાક્ષણિકતાઓમાં કાગળ અને ડિજિટલ સ્વરૂપે મોટી માત્રામાં બિનહિસાબી ડેટા જપ્ત કરવાનો સમાવેશ થાય છે, જે સુરત, નવસારી, મુંબઈના ગુપ્ત સ્થળોએ તેના વિશ્વસનીય કર્મચારીઓના રક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. ડેટામાં છેલ્લા પાંચ વર્ષથી બિનહિસાબી ખરીદી, બિનહિસાબી વેચાણ, જે ખરીદી સામે રોકડ પ્રાપ્ત થાય છે તે માટે એડજસ્ટમેન્ટ એન્ટ્રી લેવી, આંગડિયા પેઢીઓ દ્વારા આવી રોકડ અને શેરોની હિલ...