અમદાવાદના દરિયાપુરમાંથી ઝડપાયું જુગારધામ, 85 લાખના મુદ્દામાલ સાથે 183 જુગારીયાઓની ધરપકડ
અમદાવાદ :- શ્રાવણ માસ આવે એટલે જુગારિયાઓની જાણે મૌસમ આવતી હોય તેમ મોટી સંખ્યામાં જુગારધામ પર પોલીસ દરોડા પાડતી હોય છે જે છેક અનંત ચૌદશ સુધી ચાલે છે. જો કે અમદાવાદમાં પોલીસે શ્રાવણ પહેલા જ મસમોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. જે કોરોનાકાળમાં સેવાની આડમાં ચાલતું હતું.
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સોમવારે રાજ્યનું સૌથી મોટું જુગારધામ ઝડપી પાડ્યું છે. આ જુગારધામ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જિમખાના ક્લબમાંથી ઝડપાયું છે. જેમાં 183 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 9 મકાનમાં ચાલતી જુગારની પ્રવૃત્તિ પર રેડ કરી હતી. જેમાં 11 લાખ રૂપિયા રોકડા, 10.56 લાખની કિંમતના 166 મોબાઈલ ફોન, 62.75 લાખની કિંમતના 31 વાહનો, 85 હજારનો અન્ય મુદ્દામાલ મળી કુલ 85 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મનપસંદ જીમખાના પર અગાઉ અનેક વખત રેડ પાડવામ...