રૂપાણી સરકારની નારગોલ બીચ, મત્સ્ય બંદરના સ્થાને પોર્ટની જાહેરાત બાદ તેના જ મંત્રી જિલ્લાના પ્રવાસન અને મત્સ્યોદ્યોગના વિકાસ માટે વલસાડ આવ્યા
વલસાડ :- વલસાડ જિલ્લામાં આવેલ નારગોલ બંદર માટે થોડા સમય પહેલા જ રૂપાણી સરકારે પોર્ટ બનાવવાની જાહેરાત કરી આ સુંદર રમણીય બીચની પ્રવાસન સ્થળમાંથી બાદબાકી કરી નાખી છે. એટલું જ નહીં વર્ષોથી મત્સ્યબંદર માટે આધુનિક સગવડની રાહ જોતા નારગોલ-ઉમરગામ ના માછીમારોના સપનાઓ પર પણ પાણી ફેરવી દીધું છે. ત્યારે આજે તેમના જ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ રાજયમંત્રી જવાહર ચાવડાએ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અને મત્સ્યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
રાજયના પ્રવાસન અને મત્સ્યોદ્યોગ રાજય મંત્રી જવાહર ચાવડાની ઉપસ્થિતિમાં બુધવારે કલેકટર કચેરીના સભાખંડમાં વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અને મત્સ્યોદ્યોગ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં જવાહર ચાવડાએ વલસાડ જિલ્લાના પ્રવાસન સ્થળો વિલ્સન હિલ, પારનેરા ડુંગર અને ઉદવાડાના વિકાસ માટે થઇ રહેલા કાર્યો અને જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગન...