વાપીમાં 2 વિધર્મીઓએ સગીરાનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી રાખી દુષ્કર્મ આચર્યું
વાપી :- વાપી તાલુકા વિસ્તારમાંથી એક સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ તેમના માતાપિતાએ ડુંગરા પોલીસ મથકમાં નોંધાવ્યા બાદ અચાનક ઘરે પરત ફરેલી સગીરાએ તેમના માતાપિતાને હકીકતથી વાકેફ કરતા જણાવ્યું હતું કે 2 મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે આધારે ડુંગરા પોલીસ મથકમાં દુષ્કર્મની અને અપહરણની ફરિયાદ નોંધાતા ડુંગરા પોલીસે આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ઘટના અંગે વિગતો જોઈએ તો વાપીના ડુંગરા પોલીસ મથકમાં 10મી ઓગસ્ટના એક પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે તેમની સગીર દીકરી 7મી ઓગષ્ટથી ગુમ થઈ છે. જે અંગે ડુંગરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન 13મી ઓગસ્ટના ગુમ થયેલ સગીરા તેમના ઘરે પરત આવી હતી. સગીરા પરત આવતા તેના માતાપિતાએ પૂછપરછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે, સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર નામના 2 મુસ્લિમ યુવકોએ તેનું અપહરણ કરી પાંચ દિવસ ગોંધી ર...