દમણમાં NGO ના બોગસ લેટર લઈ પૈસાની ઉઘરાણી કરતી મહિલા ગેંગ ફરી સક્રિય
વર્ષ 2022ના પહેલા જ દિવસે બોગસ NGOનો લેટર લઈને કેટલીક મહિલાઓ દમણમાં સગીરાઓ સાથે ઉઘરાણી કરવા નીકળી પડી હતી, જેમાની એક મહિલા દમણની સરકારી કોલેજ સામે ઉભી રહીને કોલેજમાં આવતા જતા વિદ્યાર્થીઓ સામે કાકલૂદી ભર્યા ચહેરે 20 થી 50 રૂપિયાની ઉઘરાણી કરતી નજરે ચઢી હતી.
વલસાડ જિલ્લામાં અને દમણમાં અવારનવાર કેટલીક મહિલાઓ NGO ના ખોટા પત્ર બતાવી શહેરીજનોને લૂંટતી હોય છે. આવી ગેંગ સામે આ પહેલા અનેકવાર લોકોએ જાગૃતિ બતાવી ભગાડી છે. જે બાદ દમણમાં ફરી નવા વર્ષના પ્રથમ દિવસે જ આવી મહિલાઓ સક્રિય થઈ છે. દમણમાં શનિવારે ત્રણ નાની ઉંમરની સગીરાઓ સાથે એક મહિલા કોલેજના વિદ્યાર્થીઓ પાસે પૈસાની ઉઘરાણી કરતી હતી. મહિલા રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઉભા રાખીને બોગસ લેટરની કોપી બતાવતી હતી.
સવારથી બપોર સુધી આ મહિલા કોલેજના ગેટ સામે જ ઉભી રહીને અનેક લોકો પાસે ઇમોશનલી બ્લેકમેઇલ કરીને નાણાં ઉઘરાવતી હત...