શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે “કરિયર ઓપચ્યુનીટી આફ્ટર 10” સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ના શિક્ષાપત્રી હોલમાં આયોજિત આ સેમિનારના મુખ્ય વક્તા સંસ્થાના એકેડેમી ડિરેક્ટર તથા શિક્ષણવિદ ડૉ. શૈલેષ લુહાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા તેમની સાથે ઉપસ્થિત રહેલા વાલીશ્રીઓને સંબોધતા ધોરણ 10 પછી શું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીની અલગ રસરૂચી અને ક્ષમતા હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે. કે, આપણી આસપાસના ટોક્સિક લોકો ના કહેવાથી બાળકને તેની રસરુથી જાણ્યા વગર કોઈપણ ક્ષેત્રમાં પ્રવેશ અપાવી દેતા હોય છે. ખરેખર જે બાળક નો કૌશલ્ય જેમાં વિકસે અને વિસ્તરે તેનો અભ્યાસ અને અવલોકન કર્યા બાદ બાળક તે દિશામાં પોતાની કારકિર્દી ઘડે તે માટેના માર્ગ ખુલ્લા મુકવા જોઈએ. તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને ટકોર કરી હતી કે કોઈપણ ક્ષેત્રનો અધૂરો જ્ઞાન કરાવતા ટોક્સિક લોકો અને તેની સલાહથી બચીને કારકિર્દી વિશે જાતે પોતાની આવડત પ્રમાણે આગળ શેનો અભ્યાસ કરવો તે અંગેનો નિર્ણય લેવો જોઈએ.
તેમણે વિવિધ દાખલાઓ તથા ઉદાહરણો આપી પોતાના કૌશલ્યથી ધંધા વ્યવસાયમાં નામના મેળવનાર અંગે રસપ્રદ માહિતી આપી વિદ્યાર્થીઓને પોતાના કૌશલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા અનુરોધ કર્યો હતો. ધોરણ 10 પછી શું કરવો તેની મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓને પીપીટી દ્વારા સમજણ આપી કરિયર બાબતે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનામા ઝડપથી વિકસતી ટેકનોલોજી અને ફ્યુચર ડિમાન્ડિંગ ફિલ્ડ્સ ક્યાં હશે? બાળકને નાનપણથી જ કેવી તાલીમ આપવી? ધોરણ 10 કે 12 ના વિદ્યાર્થીઓને લાઇફ ટર્નિંગ પોઈન્ટ અંગેનો નિર્ણય કઈ રીતે લેવો? ભવિષ્યમાં વિદ્યાર્થી કયા ક્ષેત્ર દ્વારા મહત્તમ આર્થિક ઉત્પાદન પ્રાપ્ત કરી શકશે ?બાળકની ખામી, ખૂબીઓને કઈ રીતે બદલવી વગેરે જેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનાર દ્વારા વિદ્યાર્થી અને વાલીઓને પ્રાપ્ત થયા હતા.
આ સેમિનારમાં પ્રિન્સિપલ શ્રીમતી રીનાબેન દેસાઈ (શ્રી સ્વામિનારાયણ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ), પ્રિન્સીપાલ ચંદ્રવદનભાઈ પટેલ (શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર), પ્રિન્સીપાલ શ્રીમતી દક્ષાબેન પટેલ(શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ) હાજર રહ્યા હતા. અને ડોક્ટર શૈલેષ લુહાર સર નો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. આ સેમિનાર નો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાભ લીધો હતો.