Thursday, November 21News That Matters

સી. આર. પાટીલ કહે છે ગુજરાતમાં રેમડેસીવીર અને ઓક્સિજન પૂરતા છે! તો, શું દર્દીઓને ડોક્ટરો મારે છે?

વલસાડ જિલ્લાના વલસાડ અને વાપીમાં કોવિડ સેન્ટરની મુલાકાતે આવેલા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે વધુ એક બફાટ કર્યો છે. પાટીલને રાજ્યમાં રેમડેસીવીર અને ઓક્સિજનની પરિસ્થિતિ અંગે પત્રકારોએ પૂછેલા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે રાજ્યમાં હવે રેમડેસીવીર ઇન્જેક્શન માટે કોઈના ફોન નથી આવતા, ઓક્સિજન સિલિન્ડર પણ પૂરતા પ્રમાણમાં છે.

 

આ જ પાટીલે થોડા સમય પહેલા પોતાના મતવિસ્તારમાં સરકારની ઉપરવટ જઇ રેમડેસીવીર ઇન્જેક્શનની લ્હાણી કરી હતી. પોતાના મોબાઈલ નંબર પણ આપ્યા હતાં. હવે તેને એ નમ્બર પર કોઈ ફોન નથી કરતું એટલે કદાચ પાટીલ ને લાગતું હશે કે રાજ્યમાં રેમડેસીવીર ઇન્જેક્શન પૂરતા પ્રમાણમાં મળી રહે છે!

 

જો કે એક તરફ ડુપ્લીકેટ રેમડેસીવીર ની ફેકટરી ચલાવતા આરોપીઓ તેમના જ ગઢ ગણાતા સુરતમાં ઝડપાયા છે. 20 હજારની કાળા બજાઈ કરતા આરોપીઓ પણ તેમના જ ગઢ માંથી ઝડપાયા છે. રોજ કેટલાય દર્દીઓ ઇન્જેક્શન નહિ મળવાને કારણે મોતને ભેટી રહ્યા છે. ઓક્સિજનની તંગી થી દર્દીઓ મરી રહ્યા છે. હોસ્પિટલોના સંચાલકો ઓક્સિજનના અભાવે  દર્દીઓને સારવાર નહિ આપી શકે તેવા બેનર મારી રહ્યા છે. અને પાટીલભાઉને લાગે છે કે રાજ્યમાં રેમડેસીવીર અને ઓક્સિજનની કોઈ તંગી કે ઘટ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *