Friday, October 18News That Matters

મોટી પલસણ નજીક બસના કંડક્ટરની તબિયત લથડી, 108ની ટીમે સમયસર સારવાર આપી ઉગાર્યો

તારીખ 08/10/23 નાં રોજ રાત્રિ નાં 08.07 વાગે  મોટી પલસાણ જતી બસ માં ફરજ બજાવતા કન્ડક્ટર ની  તબિયત અચાનક લથડતાં (ખરાબ) બસ માં ફરજ બજાવતા ડ્રાઈવર દ્વાર 108 ને કોલ કરીને મદદ માગી હતી. જેને 108ની ટીમે સ્થળ પર જ જરૂરી સારવાર આપી ઉગારી લેતા દર્દીના પરિવારજનોએ 108નો આભાર માન્યો હતો.

કન્ડક્ટર ની તબિયત લથડતા 108 ને કોલ કર્યો હતો. કોલ 108 વલસાડ જિલ્લાની નજીકની એમ્બ્યુલન્સ શહુડા ને મળતા 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને પાઇલોટ વિજય ગાવિત ને મળતાં બને સાથી મિત્ર જરુરી સાધનો એકઠા કરી અને માર્ગદર્શન આપતા ની સાથે ઘટના સ્થળ પર જવા રવાના થયાં. ત્યાર બાદ ઘટના સ્થળ પર પહોંચી ને જોવા ઈ એમ ટી પ્રવિણ વણોલ દ્વાર જોવા મળ્યું કે એક ભાઈ (બસ કંડકટર ) જેમની આશરે ઉંમર 48 વર્ષ છે પેસેન્જર બસ ની પેસેન્જર સીટ અર્ધ બે ભાન અવસ્થા માં પડી રહેલ છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે પેસાબ (urine)પણ કરી દીધેલ અને તેને ઉબકા પણ આવતા આ બધું જોઇ ને 108 એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને પાઇલોટ વિજય ગાવીત જરૂરીવાઇટલ ચેક કરી ને જરુરી સારવાર આપી ને બસ નાં ડ્રાઈવર અને બાજુ માં ઉભિ રહેલી પબ્લિક નાં મદદ થી 108 એમ્બ્યુલન્સ માં ખસેડવા માં આવ્યાં હતાં.

ત્યાર આ દર્દી ને ઓક્સિજન નુ પ્રમાણ બિલકુલ ઓછું હતું અને શ્વાસ લેવા માં ખુબજ તકલીફ પડતી હતી અને અર્ધ બેભાન અવસ્થા માં હોવાથી આ દર્દી પૂરતા પ્રમાણમાં શ્વાસ પણ લહી સક્તું ન હતુ અને આ દર્દી ને બ્લડ પ્રેશર પણ વધારે આવતું હતું જેથી આ દર્દી ને air way cliyar કરી ને Air Way Menten કરેલ અને કુત્રીમ રિતે (BVM) દ્વાર શ્વાસ આપતા અને અમદાવાદ ફિજીસિયન નાં માર્ગ દર્શન હેઠળ જરુરી દવા અને સારવાર આપી ને નજીકની હોસ્પિટલ કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયેલ અને Dr દ્વારા કહેવામાં આવ્યું કે આ દર્દી ને સસ્પેકટેડ હાર્ટ અટેક (હદય નો હુમલો) હૉય શકે જેથી આ દર્દી ને કપરાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માં પૂરતા પ્રમાણમાં સારવાર મળી રહે તેમ નાં હોવાથી આ દર્દી ને સારવાર આપતાં ની સાથે સ્ટેટ હૉસ્પિટલ ધરમપુર માં ખસેડવા માં આવ્યાં હતા.

આં દર્દી નાં સગા સબંધી ને બસ નાં ડ્રાઈવર નાં મદદથી કોલ કરી ને ધરમપુર સ્ટેટ હૉસ્પિટલ માં બોલાવવા આવ્યાં હતાં. આ બધી ઘટના ને લાગણી સિલ લેતા સગા સબંધી (દર્દી ની પત્ની અને બેટી) દ્વાર 108 એમ્બ્યુલન્સ એટ્લે કે Green Helth Sarvice દ્વારા ગુજરાત રાજ્ય માં ચાલતી 108 અને આ એમ્બ્યુલન્સ માં ફરજ બજાવતા બંને કર્મચારી નો ખૂબ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *