Friday, October 18News That Matters

પાકિસ્તાન જેલમાં મૃત્યુ પામેલા ગુજરાતના માછીમારના મૃતદેહને લાવી પરિવારને સોંપો, શક્તિસિંહ ગોહિલની રાજ્યસભામાં રજુઆત

પાકિસ્તાન જેલમાં કેદ ભારતીય માછીમારો પૈકીના એક નાનુ રામ ક્મલીયાના મૃત્યુ અંગેના પ્રશ્નને ઉઠાવતા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે શુક્રવારે સંસદમાં જીરો અવર્સમાં માછીમારોનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની જેલમાં ગુજરાતના 580 જેટલા માછીમારો કેદ છે.  જેમાંથી ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામના 44 વર્ષીય  માછીમાર નાનુ રામ ક્મલીયા અને અન્ય પાંચ માછીમારોને પાકિસ્તાન મરીન 9 ડીસેમ્બર, 2018ના રોજ ઉઠાવીને લઈ ગઈ હતી. તેમના ઉપર કેસ ચલાવવામાં આવ્યો અને ત્રણ મહિનાની સજા કરવામાં આવી હતી. આ સજા તા. 16 જાન્યુઆરી, 2019 ના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં ભારત સરકાર નાનુ રામ ક્મલીયા અને તેમના સાથીઓને પાછા લાવી શકી નહી. તારીખ 3 ફેબ્રુઆરીના રોજ નાનુ રામ ક્મલીયાનું પાકિસ્તાનની જેલમાં મુત્યુ થઈ ગયુ છે. મૃતદેહ તેમના પરિવારને તાત્કાલિ મળી જવો જોઈએ પરંતુ દોઢ મહિના જેટલો સમય થઈ ગયો હોવા છતાં, સરકાર મુત્યુ પામનાર માછીમારનો મૃતદેહ લાવી શકી નથી !

 

 

ફાઇલ તસવીર……

 

શક્તિસિંહ ગોહિલે સરકારને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આપણા માછીમારોને પાકિસ્તાનની જેલોમાં ભારે ત્રાસ આપવામાં આવે છે. માનવ અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવે છે તે બાબતને નજર અંદાજ ન કરી શકાય. આપણા માછીમારો ભૂલથી દરિયાઈ સીમાને  ઓળગીને જતા રહે તો પાકિસ્તાન મરીન પકડીને લઈ જાય છે. તેના પર કેસ કરવામાં આવે છે અને ત્રણ મહિનાની સજા થાય છે. ત્રણ મહિનાની સજા કાપ્યા પછી પણ આપણી સરકાર આપણા માછીમારોને પાછા લાવી શકતી નથી.

 

 

આ પહેલા પણ ગુજરાતના જયંતિભાઈ કે જેઓનું પાકિસ્તાનની જેલમાં અવસાન થયું હતું તેમના મૃતદેહને પાછો લાવવામાં સરકારને 46 દિવસો લાગ્યા હતા. આપણી સરકારે જે જરૂરી પગલા ભરવા પડે તે ભરે. માછીમારો આપણી સરહદની બહાર જવા માંગતા નથી પણ અજાણતા જતા રહે છે કારણ કે ત્યાં કોઈ જાતનું માર્કિંગ નથી હોતું. સરકારે માછીમારોને પાછા લાવવા પાકિસ્તાન સાથે ચર્ચા કરવી પડે તો ચર્ચા  કરે, લાલ આંખ બતાવવી પડે તો લાલ આંખ બતાવે અને માનવ અધિકારનું ઉલ્લંઘન ન થયા તે જુવે. જો સરકાર આપણા માછીમારોને જીવતા ન લાવી શકતી હોય તો કમ સે કમ તેમના મૃત્યુ પછી મૃતદેહ તો તેમના પરિવારને પાછો લાવીને આપે.

 

 

રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે સંસદમાં ગુજરાતના માછીમારોના પ્રશ્ન બાબતે જે રજૂઆત કરી હતી તેની વિડીયો જોવા તેમજ સાંભળવા માટે આ  લિંક પર https://youtu.be/DA8KcylXe-A  ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *