Wednesday, January 15News That Matters

વાપી પાલિકાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, શનિ-રવિ પાણી પુરવઠો રહેશે બંધ

વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની લાઈનમાં લીકેજ થતા તેની મરામત કરવાની નોબત આવી હોય શનિવાર બપોર બાદ થી લઈને રવિવાર સુધી જાહેર જનતાને પાણી પૂરું પાડી શકાશે નહીં. 

 

આ અંગે વાપી  નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતી GRP લાઈનમાં દમણગંગા નદી નજીક સ્મશાન ભૂમિના સર્વિસ રોડ પર 900MM ડાયા GRP લાઈનમાં લીકેજ હોવાથી 16મી જુલાઈ બપોર થી લઈને 17મી જુલાઈ રવિવાર સુધી વાપીનો પાણી પુરવઠો બંધ રહેશે.

 

હાલ જે સ્થળે પાણીની પાઇપલાઇન માં લીકેજ થયું છે. ત્યાં 2 JCB ની મદદથી ખોદકામ કરી પાઇપલાઇન સાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ અહીં ત્રણેક દિવસ પહેલા આ લીકેજ થયું હતું. જે દરમ્યાન ભારે વરસાદ હોય મરામતની કામગીરી કરી શકાય નહોતી. 3 દિવસમાં મોટાપાયે પાણીનો વેડફાટ કર્યા બાદ 16મી જુલાઈ શનિવારે મેઘરાજાએ વિરામ લેતા પાઇપલાઇન ની રિપેરીગ કામગીરી હાથ ધરવામાં આવી છે. પાઇપલાઇન માં લીકેજ ને કારણે મોટી માત્રામાં પાણી વહી નીકળતા નજીકમાંથી પસાર થતી ખનકી પાણીના કારણે નહેરમાં ફેરવાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *