Friday, October 18News That Matters

સરકારી દવાખાનામાં તબીબોની ગેરહાજરીમાં ખાનગી ક્લિનિક ખોલી ગામલોકોની સારવાર કરતા બોગસ તબીબની ધરપકડ 

ધરમપુર અને તેની આસપાસ ના વિસ્તાર માં છેલ્લા કેટલાક સમય થી બોગસ ડોક્ટરોની હાટડીઓ ધમધમે છે જેઓ પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રીઓ, ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનમાં કોઈ નોંધણી ન હોવા છતાં પણ કેટલાક BMS ડીગ્રી ધરાવતા તબીબ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ગામના સરકારી દવાખાનાઓમાં સરકારી તબીબોની અનિયમિતતા તેમજ મોંઘા ભાડા ખર્ચી અન્ય સરકારી હોસ્પિટલમાં નહિ જઈ શકતા બીમાર દર્દીઓની સારવાર માટે તેમની હાટડીઓ 24 કલાક ખુલ્લી રહે છે. 
ત્યારે વલસાડ આરોગ્ય વિભાગના ડોકટરની ટિમ અને ધરમપુર પોલીસને મળેલી બાતમીને આધારે પંગારબારી ગામે જાદવ ફળીયા ખાતે ક્લિનિક ચલાવતા ઉજ્જલ વીરેન્દ્ર મહન્તાને ઝડપી લીધો હતો. જેની પાસે થી અંદાજીત 52,200 ની દવાઓ ઇન્જેક્શન તેમજ ગ્લુકોઝની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે.
મહત્વ નું છે કે બોગસ તબીબની પોલીસે ધરપકડ કરતા સ્થાનિક ગામના અગ્રણીઓ ડોક્ટરની ભલામણ કરવા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા સ્થાનિકોનું કહેવું હતું કે સરકારી દવાખાના માં આવતા તબીબો 10 વાગ્યે આવે છે ને 4 વાગ્યે જતા રહે છે. ત્યારે તેમની ગેરહાજરી માં આવા તબીબ જ સ્થાનિકો ને સેવા આપતા હોય છે.
સામાન્ય તાવ શરદી ઉધરસના દર્દીઓ માટે ધરામપુર સુધી આવવા ગાડી ભાડું અને સમય વેડફવો એના કરતાં તો સ્થાનિક કક્ષાએ આવા તબીબો જે 24 કલાક સેવા આપતા હોય તેઓ પાસે જાય છે. એટલે આવા તબીબો સામે કાર્યવાહી કરવા સાથે સરકારી આરોગ્ય વિભાગ 24 કલાક તબીબોની સેવા સરકારી દવાખાના માં આપે અને જે સરકારી તબીબ તેની ફરજનું પાલન નથી કરતો તેમની સામે કાર્યવાહી કરો એવો આક્ષેપ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *