Friday, January 31News That Matters

વાપીમાં શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા રક્તદાન કેમ્પ, આઈ ચેક અપ કેમ્પનું આયોજન

વાપીમાં સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ દ્વારા ઉપાસના સ્કૂલ ખાતે 12માં રક્તદાન કેમ્પનું તેમજ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 214 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. જ્યારે 105 લોકોએ નેત્ર ચેકઅપનો લાભ લીધો હતો.
રક્તદાન કેમ્પ અંગે શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજના પ્રમુખ મિતેષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 12 વરસથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. ગત વર્ષે 207 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ વખતે 214 બોટલ રક્ત એકત્ર કર્યું હતું. જ્યારે 105 લોકોએ નેત્ર ચેકઅપનો લાભ લીધો હતો. રક્તદાન કેમ્પનો ઉદ્દેશ્ય રક્તની ઘટ નિવારી દરેક સમાજના લોકો માટે ઉપયોગી બનવાનો છે. એ ઉપરાંત આગામી સમયમાં મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવાનો હોવાનું જણાવ્યું હતું. 
રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવો………
રક્તદાન કેમ્પમાં રક્તનું દાન કરતા દાતાઓ……..
દાતાઓના સહયોગથી રક્તદાન અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન…….
સામાજિક સંસ્થાઓએ પણ સહયોગ આપ્યો…..
રક્તદાન કેમ્પમાં વાપીના સાવલા, જેન ફાર્મા સહિતના ઔદ્યોગિક એકમો તેમજ વાપીની અન્ય સંસ્થા જેમાં ચલા યુથ ક્લબ, ઈશ્રે વાપી ચેપ્ટર, બ્રહ્મસમાજ મહિલા મંડળનો સહયોગ પ્રાપ્ત થયો છે. રક્તદાન કેમ્પ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્થાના સંતો, VIA પ્રમુખ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *