Sunday, December 29News That Matters

દિવ પાલિકામાં 15 વર્ષે ભાજપ સત્તારૂઢ, દમણ ભાજપ કાર્યાલય પર મનાવ્યો વિજ્યોત્સવ

સંઘપ્રદેશ દિવમાં યોજાયેલ નગરપાલિકા ચૂંટણીમાં 6 બેઠક બિનહરીફ મેળવ્યા બાદ બાકીની 7 બેઠકો પર પણ ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ત્યારે દિવ પાલિકાના વિજયનો સંઘપ્રદેશ દમણમાં ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોએ ઉપસ્થિત રહી ફટાકડા ફોડી, એકબીજાને મોઢું મીઠું કરાવી વિજ્યોત્સવ મનાવ્યો હતો.
સંઘપ્રદેશ દીવ નગરપાલિકાની ચૂંટણીમાં શનિવારે મતગણતરીમાં તમામ 13 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. દીવના ઈતિહાસમાં પહેલીવાર કોઈ એક પક્ષને 100 ટકા સફળતા મળી છે. 15 વર્ષ બાદ સત્તામાં વાપસી કરનાર ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો છે. 6 બેઠક બિન હરીફ થયા બાદ 7 જુલાઈના રોજ મતદાન થયું હતું. જેની શનિવારે મત ગણતરી હાથ ધરાતા તમામ સાત બેઠકો પર ભાજપે જંગી જીત મેળવી છે.
છેલ્લા 15 વર્ષથી દીવમાં કોંગ્રેસની સત્તા હતી, પરંતુ કોંગ્રેસને ક્યારેય 100 ટકા સફળતા મળી ન હતી. ભાજપે પાલિકાની તમામ 13 બેઠક ઉપર જવલંત વિજય મેળવીને એક નવો ઇતિહાસ સજર્યો છે. હવે આગામી દિવસમાં દિવના વિકાસના કાર્યોને વેગ આપવામાં આવશે તેવું દમણમાં વિજ્યોત્સવ દરમ્યાન ઉપસ્થિત રહેલ દાદરા નગર હવેલી અને દમણ દિવ ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને દમણ-દિવના સાંસદ લાલુભાઈ પટેલે જણાવ્યું હતું. વિજ્યોત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં તમામ મોરચાના અને સંગઠનના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *