સંઘપ્રદેશ દમણની મીરાસોલ રિસોર્ટમાં તારીખ 18 અને 19 ઓગષ્ટના બે દિવસીય ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે, આ ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદમાં 6 રાજ્યોના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ઉપસ્થિત રહેશે. જેઓને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા માર્ગદર્શન પૂરું પાડવાના છે. જે અનુસંધાને 17મી ઓગસ્ટના સાંજે 7 કલાકે દિલ્લીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દમણ પધાર્યા હતા. જેઓનું દમણ ભાજપે ભવ્ય સ્વાગત કર્યું હતું.
સંઘપ્રદેશ દમણની મીરાસોલ રિસોર્ટમાં તારીખ 18 અને 19 ઓગષ્ટના રોજ બે દિવસ માટે ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદનું આયોજન કરવામાં આવનાર છે, આ પરિષદમાં બંને સંઘપ્રદેશ સહીત છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવાના જિલ્લા પંચાયતના અધ્યક્ષ ભાગ લેશે, જેમને માર્ગદર્શન પૂરું પાડવા માટે દિલ્લીથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે દમણ પધાર્યા હતા,
સાંજે 7 વાગ્યે દમણ એરપોર્ટ પધારેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગત માટે દમણ ભાજપ દ્વારા કોઈ કસર બાકી રાખવામાં આવી નહોતી, એરપોર્ટથી લઈને દેવકા સ્થિત મીરાસોલ રિસોર્ટ સુધી ભાજપ કાર્યકરોની વિશાળ બાઈક રેલી સાથે જે. પી. નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,
મીરાસોલ રિસોર્ટમાં જેપી નડ્ડાએ થ્રિડી ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અહીં તેઓ આવતી કાલથી યોજાનાર ક્ષેત્રીય પંચાયતી રાજ પરિષદમાં ભાગ લઈને 6 રાજ્યોના જિલ્લા પંચાયત અધ્યક્ષોને માર્ગદર્શન પૂરું પાડશે, આ સંમેલનમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી. એલ. સંતોષ, કૈલાશ વિજયવર્ગીય, શિવ પ્રકાશ, ડો વિનય સહસ્ત્રબુદ્ધે, કેન્દ્રીય કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી શોભા કરંદજાલે, કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ, ભાજપ યુવા મોરચાના નીતિ અને અનુસંધાનના રાષ્ટ્રીય પ્રભારીઓ વરુણ ઝવેરી સાથે થ્રિડી ભાજપના પદાધિકારીઓ પણ ભાગ લેશે, આ બે દિવસીય સંમેલન સમાપન રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી. એલ. સંતોષ કરશે.