Friday, January 31News That Matters

શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે વાપીમાં યોજાશે કવિ સંમલેન

સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલ ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં 5મી માર્ચ રવિવારે સાંજે 7 વાગ્યે VIA હોલમાં આ કવિ સંમેલન યોજાશે. શિક્ષણ, આરોગ્ય અને સામાજિક કલ્યાણના લાભાર્થે આયોજિત આ કવિ સંમેલનમાં રાજ્યના નાણાપ્રધાન, ભૂમિહાર સમાજના IAS, IPS સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

 

5મી માર્ચ રવિવારે સાંજે 7 વાગ્યે VIA હોલમાં આયોજિત આ કવિ સંમેલનમાં શૃંગાર રસ માટે જાણીતી UP ની કવિયત્રી ડૉ. રુચિ ચતુર્વેદી, વિરરસ માટે જાણીતા ઉત્તરપ્રદેશ ના પ્રિયંકા રાય ૐ નંદિની, મધ્યપ્રદેશના ગીતકાર અમન અક્ષર, સબરસ માટે જાણીતા મધ્યપ્રદેશના શશીકાંત યાદવ, હાસ્ય રસ માટે જાણીતા હેમંત પાંડે, તેમજ અતિથિ વિશેષ તરીકે મુંબઈના ગીતકાર ચંદન રાય ઉપસ્થિત રહેશે. આ તમામ કવિઓ, ગીતકારો પોતાના કંઠના જાદુ પાથરી કવિતાઓ, ગીતોથી શ્રોતાઓનું મનોરંજન કરવાના છે.

વાપીમાં આયોજિત આ કવિ સંમલેનના ઉદેશ્ય અંગે ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રમોદ સિંહે જણાવ્યું હતું કે, તેમનું ટ્રસ્ટ છેલ્લા 6 વર્ષથી વલસાડ જિલ્લામાં તેમજ દાદરા નગર હવેલી દમણમાં વિવિધ સામાજિક પ્રવૃતિઓ જેવી કે શિક્ષણક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સમાજમાં જરૂરિયાતમંદ ને મદદરૂપ થતું આવ્યું છે. જેમાં દાતાઓ તરફથી દાન મળે વધુ ને વધુ સામાજિક કલ્યાણના કાર્ય કરી શકાય તે માટે ફંડ એકઠું કરવાનો છે.

તો, ટ્રસ્ટના ઉપપ્રમુખ સુનિલ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, VIA ઓડિટોરિયમ માં આયોજિત આ કવિ સંમેલનમાં ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. એ ઉપરાંત ભૂમિહાર બ્રહ્મર્ષિ સમાજમાંથી IAS, IPSની સેવા બજાવતા અધિકારીઓ સહિત દરેક સમાજના મળી અંદાજિત 1000 શ્રોતાઓ ઉપસ્થિત રહેશે.

અટલ સેવા ટ્રસ્ટના પ્રમુખ મનોજ ઠાકુરે જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે દાતાઓ તરફથી દાન મળે તે દાન ની રકમને શિક્ષણ, આરોગ્યક્ષેત્રે અને સમાજના કલ્યાણ અર્થે ઉપયોગમાં લઈ શકાય તેવા શુભ ઉદેશયથી દેશના જાણીતા ખ્યાતનામ કવિઓને પ્રથમ વખત વાપીમાં બોલાવવામાં આવ્યા છે. જેને સાંભળવા દરેક સમાજના લોકો ઉપસ્થિત રહે તે માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ કવિ સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, અતિથિ વિશેષ તરીકે DNH&DD ના PWD વિભાગના સેક્રેટરી સૌરભ મિશ્રા, કોસ્ટગાર્ડ ના DIG સુદ્ધાંશુ શ્રીનારાયણ બાજપેયી, દમણના ડેપ્યુટી કલેકટર મોહિત મિશ્રા, નવસારીના DYSP સંજય રાય, વાપી GST વિભાગના સુપ્રિટેન્ડન્ટ નયન કુમાર, માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરમેન એન. કે. સિંહ ગુજરાતના સુરત, વડોદરા, અંકેલશ્વર, અમદાવાદ અને દાદરા નગર હવેલી દમણમાં વિવિધ સરકારી વિભાગો માં ફરજ બજાવતાં અધિકારીઓ, રાજકીય પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

જેઓની ઉપસ્થિતિમાં આયોજિત કવિ સંમેલનમાં આગરા, વારાણસી, ઇન્દોર, દેવાસ, કાનપુર અને મુંબઈથી આવેલા કવિઓ હાસ્ય કલાકારો, ગીતકારો વર્તમાન જીવન પર, રાજકારણ પર અને વિશ્વ માં બનતી કે બનેલી ઘટનાઓ પર તૈયાર કરેલી કવિતાઓ, જોક્સ, ગીતોની રમઝટ બોલાવી શ્રોતાઓનું મનોરંજન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *