Friday, March 14News That Matters

ભગવત માન નો ઉમરગામમાં રોડ શૉ કહ્યું, ગુજરાતને ડબ્બલ એન્જિનની નહીં નવા એન્જિનની જરૂર છે 

ઉમરગામ વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ધોડી ના ચૂંટણી પ્રચાર માટે પંજાબ ના મુખ્યમંત્રી ભગવત માન દ્વારા રોડ શૉ યોજી પ્રજાજોગ સંબોધન કરી ભાજપ-કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતાં. ભગવત માને કહ્યું હતું કે ગુજરાતને ડબ્બલ એન્જિનની નહીં કેઝરીવાલ રૂપી નવા એન્જિનની જરૂર છે. દિલ્હી, પંજાબ માં એન્જીન બદલતા જ ગાડી પાટા પર આવી ગઈ છે. કોંગ્રેસ કોમા માં ચાલી ગઈ છે.

ગુજરાત વિધાનસભાની 182 વિધાનસભા પૈકીની ઉમરગામ વિધાનસભા છેલ્લી 182મી વિધાનસભા છે. અહીં આમ આદમી પાર્ટીએ અશોક ધોડી નામના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. જેના ચૂંટણી પ્રચાર માટે સોમવારે પંજાબના મુખ્યપ્રધાન ભગવત માન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભગવત માને ઉમરગામ શહેરમાં ગાંધીવાડી વિસ્તારમાં ભવ્ય રોડ શૉ યોજ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને સંબોધતી વખતે ભગવત માને ભાજપ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરી ગુજરાતને બદલાવ જોઈએ છે. આ અમે નહિ અહીંના લોકો કહે છે.
ભગવત માનના રોડ શો દરમ્યાન સ્થાનિક કાર્યકરોએ આક્રોશ ઠાલવ્યો હતો કે, અમે ગરીબો મરી ચુક્યા છીએ બેરોજગાર છીએ કોઈ કામધંધો નથી. તમે જ બચાવી શકો છો જે સાંભળી ભગવત માને જણાવ્યું હતું કે, આ અમે નથી કહેતા લોકો કહે છે. કોંગ્રેસ ભાજપ પર પ્રહારો કરતા ભગવત માને જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી ભારત જોડવા સૂરજ જ્યાં નીકળે છે ત્યાં ફરે છે. કોંગ્રેસ કોમાં માં ચાલી ગઈ છે. તે 90 વર્ષના બુઝુર્ગ જેવી છે. જેની હવે દર્દીની જેમ ઘરે સેવા કરવી જોઈએ. ભાજપ પર પ્રહારો કરતા ભગવત માને ભાજપની ડબ્બલ એન્જીન સરકાર ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાતને ડબ્બલ એન્જીનની નહિ નવા એન્જીનની જરૂર છે. દિલ્હી-પંજાબ માં કેઝરીવાલ નું નવું એન્જીન લાગ્યા બાદ ગાડી પાટા પર ચઢી ગઈ છે. 
 
ભાજપ પર પ્રહાર કરતા ભગવત માને જણાવ્યું હતું કે, આ લોકો શાળા, કોલેજ, બાળપણ, જવાની, બુઢાપો, પહાડ, જંગલ, નદી અને કપડાં સુધ્ધાં ખાઈ ગયા છે. જો આ લોકો નદી કિનારે વસે તો નદીના પાણીના એક એક ટીપાં માટે તરસાવે તેમ છે. વધુમાં શાયરાના અંદાજમાં જણાવ્યું હતું કે, “મૌસમ પે હકુમત નહિ ચલતી વરના સારે બાદલ ભી અપને ખેતો મેં હી બરસાતે”  લોકોનો અવાજ છે કે હવે બદલાવ જોઈએ છે.
ભગવત માને ટોકર કરી હતી કે, વૃક્ષ પણ દર વર્ષે તેમના પાંદડા બદલે છે તો ગુજરાત વાળા હવે તો બદલો, આપ ની ઈમાનદારી વાળી, પારદર્શિતા વાળી સરકાર લાવો, પંજાબમાં અમે જે વાયદા કર્યા છે તે પાળ્યા છે. હું ગુરુ નાનકનો સંદેશ લઈને આવ્યો છું. અત્યાર સુધી તમારી પાસે વિકલ્પ નહોતો પરન્તુ હવે છે. આ મતવિસ્તાર આદિવાસી મત વિસ્તાર હોય તેમણે જણાવ્યું હતું કે અમે પૈસા કાનૂન લાગુ કરીશું.
જો કે ભગવત માન ના રોડ શો દરમ્યાન કેટલાક મોદી ભક્ત ભાજપ કાર્યકરોએ મોદી મોદી ના નારા લગાવતા તેમની ફીરકી લેતા જણાવ્યું હતું કે, એ લોકોને બતાવવાનું છે કે કેટલી તાળીઓ પડેલી કેટલા નારા લાગ્યા હતાં. મને ગમ્યું છે કે મોદીવાળા પણ અહીં આવ્યા છે. કદાચ એમના ખાતામાં 15 લાખ જમા થયા છે. મોદી મોદી કરી લો બાકી તમારા બાળકોને તો અમે જ ભણાવીશું. અમારી સરકાર બનશે પછી બજેટ પણ વધશે, ખજાનો પણ ભરાશે. સડક, સ્વાસ્થ્ય બધું જ મળશે. અમે સર્વે માં નથી આવતા અમે સરકારમાં આવીએ છીએ. તેવી ટકોર કરી હતી.
તો, હાલમાં ટીવી ચેનલો પર ચાલતા ટોક શૉ ને લઈને તેમણે જણાવ્યું હતું કે, જેવા અમને સવાલ પૂછો છો તેવા જનતા ને પણ પૂછો,  ઉલ્લેખનીય છે કે, રોડ શો દરમ્યાન આમ આદમી પાર્ટીના ઉમેદવાર અશોક ઘોડીએ જણાવ્યું હતું કે તેઓ આ બેઠક પરથી જંગી લીડ સાથે જીતશે. કોંગ્રેસ છોડી આપ માં ઉમેદવારી કરવાનું કારણ પણ તેમણે જણાવ્યું હતું. તો, 27 વર્ષની ભાજપ સરકારે અહીં કોઈ જ કામ કર્યા ના હોય  તેમના ઉમેદવાર પહેલા સવા લાખની જીતના દાવા કરતા હતા, હવે 80 હજાર ની લીડના દાવા કરે છે. પરંતુ તેમની હાર નિશ્ચિત છે અને આમ આદમી પાર્ટીની સરકાર બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *