વાપીમાં આવેલ ઉદ્યોગોમાં રોજગાર અર્થે સ્થાઈ થયેલ બંગાળી સમાજે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતુઁ. જેમાં સમાજના પુરુષ રક્તદાતાઓ ઉપરાંત મહિલા રક્તદાતાઓએ રક્તનું દાન કરી નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ ઉજવી હતી.
વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમ ખાતે વાપી બેંગોલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 3જો બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. આ કેમ્પના ઉદેશ્ય અંગે ટ્રસ્ટના સૌમેન્દુ ચક્રવર્તી અને શુક્લા ઘોષે જણાવ્યું હતું કે, વાપીમાં રોજગાર અર્થે સ્થાઈ થયેલ બંગાળી સમાજ છેલ્લા 36 વર્ષથી વાપી બેંગોલી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સામાજિક કાર્યક્રમો યોજે છે. જેમાં પાછલાં 3 વરસથી દર વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન કરે છે.
રવિવારે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ હોય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 યુનિટ રક્ત એકત્ર કરવાનો નીર્ધાર સેવ્યો હતો. વાપી એક ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં બનતા અકસ્માતમાં ઘાયલો માટે સતત રક્તની ઘટ વર્તાતી હોય છે. જેને નિવારવા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ત એ કોઈ ફેકટરીમાં બનતું નથી તે માનવ દ્વારા આપતા રક્તદાન પેટે જ લઈ જરૂરિયાતમંદ દર્દીને આપવામાં આવે છે. રક્તદાન કેમ્પમાં સમાજની મહિલાઓ પણ રક્તનું દાન કરે તેવી પહેલ કરવામાં આવી હતી. જે બાદ પુરુષ રક્તદાતાઓ સાથે મહિલા રક્તદાતાઓએ પણ ઉમળકાભેર રક્તદાન કર્યું હતું.