Saturday, December 21News That Matters

બંદે મેં થા દમ! બાપુની જયંતિએ વાપીમાં પરિવર્તન લાવવા કોંગ્રેસે ગાંધીજીને હાથ જોડી પ્રાર્થના કરી

મુન્નાભાઈ MBBS માં ગાંધીજી માટેનું એક ગીત છે. જેના શબ્દો છે કે માટી પુકારે… તુજે દેશ પુકારે… આજા રે અબ આજા રે… ભૂલે હૈ હમ રાહે હૈ રાહ દિખા દે….આજા રે રાહ દિખા દે….  મુન્નાભાઈ MBBS ફિલ્મના એ ગીતની જેમ  વાપીમાં વિપક્ષી કોંગ્રેસી નેતા ખંડું ભાઈ પટેલે વાપીમાં પરિવર્તન લાવવા બાપુની જન્મ જયંતિએ બે હાથ જોડી બાપુને પ્રાર્થના કરી હતી કે મહાત્મા ગાંધી બાપુજી આ વર્ષે કંઈક કરો પરિવર્તન લાવો વાપીમાં પરિવર્તનની જરૂર છે.
ગુજરાતમાં અને દેશમાં કોંગ્રેસની જે હાલત થઈ છે. તે બાદ હવે કોંગ્રેસ પણ મહાત્મા ગાંધી પાસે પરિવર્તન લાવવાની પ્રાર્થના કરે છે. 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 152મી જન્મ જયંતિ હતી. આ દિવસે વાપી તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનોએ વાપીમાં કોપરલી ચાર રસ્તા ખાતે ગાંધીજીની પ્રતિમાને ફુલહાર ચડાવ્યા હતાં. અમર રહે અમર રહે મહાત્મા ગાંધી અમર રહે….. મહાત્મા ગાંધીજીકી જય…. જેવા નારા લગાવી કોંગ્રેસી કાર્યકરોએ બાપુ ને ફુલહાર-સૂતરની આટી પહેરાવી હતી.
આ પ્રસંગે વાપી નગરપાલિકાના વિપક્ષી નેતા અને કોંગ્રેસી નગરસેવક ખંડું ભાઈ પટેલે પણ મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતાં. ગાંધીજીની પ્રતિમા સમક્ષ હાથ જોડી નતમસ્તકે ખંડું ભાઈએ પ્રાર્થના કરી હતી કે મહાત્મા ગાંધી બાપુજી આ વર્ષે કંઈક કરો પરિવર્તન લાવો વાપીમાં પરિવર્તનની જરૂર છે.
ગાંધી જયંતિએ મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. તમામે બાપુની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતાં. પરંતુ કોંગ્રેસ હાલમાં સમગ્ર ગુજરાત અને દેશમાંથી પોતાનું વર્ચસ્વ ગુમાવી રહી છે. સત્તા પર ભાજપ બેઠી છે ત્યારે આ પરિવર્તન લાવવા વાપીમાં જે પરિવર્તનની પ્રાર્થના વાપીના નગરપાલિકાના નગર સેવકે કરી છે તેવી પ્રાર્થના કદાચ દેશના દરેક કોંગ્રેસી કાર્યકરો કરી રહ્યા છે. અને મુન્નાભાઈ MMBS ના ગીતમાં જે બાપુ નો મહિમા વર્ણવ્યો છે તે મુજબ ફરી કોંગ્રેસને રાહ બતાવવા ગાંધી જયંતિએ પ્રાર્થના કરી રહ્યા છે. જો કે મહાત્મા ગાંધી અંગે ખંડું ભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત દેશને આઝાદી અપાવી આગળ લાવવામાં અને મજબૂત કરવામાં બાપુનું અમૂલ્ય યોગદાન છે. એટલે જ મહાત્મા ગાંધી દેશના દરેક નાગરિકના દિલમાં વસેલા છે.
ખંડું ભાઈ પટેલની જેમ એટલે જ આપણે પણ મુન્નાભાઈ MBBS ની ગીતની એ પંક્તિ ગણ ગણીએ……પૈનક પેહને લાઠી પકડે…..ચલતે થે વો શાન સે…. જાલિમ કાંપે થરથર થરથર કાંપે સુનકાર ઉનકા નામ રે…….
કદ થા ઉનકા છોટા સા…. ઔર સરપટ ઉનકી ચાલ રે…… દુબલે સે પતલે સે વો ચલતે થે સીના તાનકે……. બંદે મેં થા દમ……વંદે માતરમ…… 
અમારા તરફથી પણ દેશના સૌ નાગરિકોને બાપુ ની જન્મ જયંતીની શુભેચ્છા…… હેપ્પી બર્થડે ગાંધી બાપુ…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *